________________ 428 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - નામના વર્ષધરની પાસે તથા સતેદા નદીના કિનારા પર છે. નીલવર્ષધરની પાસે આવેલ તથા સતેદા નદીના કિનારે યમક નામના પર્વમાં, ગેસ્તુભ આદિ પર્વતેમાં દેવે આવે છેદેવીઓ આવે છે, જ્ઞાન અને જળક્રીડા કરે છે, પુછપે તેડે છે, એકબીજાને માળા પહેરાવે છે, વસ્ત્ર પરિધાન કરે છે, હરે છે, ફરે છે, મે જમજા કરે છે અને કામકીડાથી થાકી ગયા પછી આરામ કરી સમય પસાર કરે છે. સાથે સાથે પિતાનાથી મટી ત્રાદ્ધિવાળા દેના ભભકાદાર વસ્ત્રો, આભૂષણો, મણિઓ, વીંટીઓ, વિમાને, પગની મેજડીઓ અને તેમની દેવીઓને જોઈ જોઇ તેમના મનમાં બળતરા, ઇર્ષ્યા, દ્વેષ આદિની આગ લાગે છે અને અવસર આવ્યે હાથ ચાલાકી પણ વાપરી લે છે, તથા મનુષ્ય ભવમાં કરેલી દેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં સેવાઈ ગયેલા પ્રમાદ, આળસ, નિદ્રા, બેદરકારી અને શ્રદ્ધાની ખામીને ખ્યાલ આવતાં આખેમાંથી પાણી પણ ટપકી પડે છે. ઉપર પ્રમાણે દેવે પાસે અગણિત ભૌતિકવાદ હોવા છતાં પણ તેમને તૃપ્તિ નથી, સંતેષ નથી. માટે સમ્યગૃષ્ટિ વિનાના દેવે તેવી સ્થિતિમાં જ આયુષ્ય પૂર્ણ કરી ફરીથી અનંત સંસારની મુસાફરી કરે છે. સારાંશ કે--પિતાપિતાની પરિગ્રહની માયાને ઇતિશ્રી માની તેમાં મસ્ત બને છે, ફળ સ્વરૂપે દુઃખી બને છે. કેમ કે દેવે પણ સંસારના મુસાફરે હેવાથી તેમના આત્માના પ્રતિપ્રદેશમાં ચારે સંજ્ઞાની સત્તા રહેલી છે.