________________ 440 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માગે, શરાબપાનને માગે કે હોટલમાં કે બજારમાં પાઉંભાજી, સટ્ટા કે શેર બજારમાં દહીંવડા, બટાટાવડા કે પાણીપુરી ખાવામાં કરે તે પોતાની પુત્રીને કસાઈવાડે દેવા જેવું રહેશે. માટે તેને ઉપગ ગરીબની સેવામાં, મુનિ તથા સાધ્વીની વૈયાવચ્ચમાં, તેમને ભણાવવા માટે પંડિતેના પગારમાં, સીદાતા સ્વામી ભાઈઓને દાલ-રેટી, વસ્ત્ર, ઔષધ દેવામાં કરી લે, આનું નામ જ આત્મકલ્યાણ છે, મહાવિદેહક્ષેત્રમાં જવાનો માર્ગ છે. કેમ કે તમારી કમાયેલી લક્ષમી તમારી પુત્રી છે. 2. યદિ તમારા વડિલેની કમાયેલી લક્ષમી તમને મળી છે તે તે પિતાની પુત્રી બહેન કહેવાય. આ ન્યાયે લક્ષમી તમારી બહેન બને છે અને સગી બહેનને પાપમાગે લઈ જવી તેના જેવું પાપ બીજું કયું? 3. અને બીજાઓની લમી તમને મળી હશે તે તે તમારા માટે પરસ્ત્રી જેવી હોવાથી તેને ઉપગ સાધુસાધ્વીઓ પર આંખ મિંચામણા કરીને, ઘરના ફલેટ બંધ કર્યા પછી સાલમપાક, બદામપાક, માવા મિષ્ટાન્ન ખાવાના રાખ્યા તે પરસ્ત્રીગમન જેવું પાપ લાગ્યા વિના રહેશે નહિ આ કારણે ગમે ત્યાંથી તમને મળેલી લક્ષ્મીના સદુપયોગ સિવાય બીજો માર્ગ નથી. કેમ કે અશાશ્વતી લક્ષ્મી ક્યાં સુધી ટકવાની હતી તેથી તે જાય તે પહેલા ઉપગ કરી લે. (7) પાપકર્મમૂલક -સંત સેવા, સદ્ગુરૂઓને પરિચય, સહવાસ કે તેમની સેવા (વૈયાવચ્ચ) જેમના ભાગ્યમાં નથી