________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 415 મર્યાદાઓ, આજ્ઞાઓ અને તેની આચાર સંહિતાઓને ઠોકરે મારી છે. પરંતુ પાપના વ્યાપાર, ભાષાઓ, ભજન, વૈર– વિરોધ, ઝઘડા કે જીભાજોડી આદિને ઠેકર મારવા જેટલી આત્મિક શક્તિ ક્યારેય પણ કેળવી શક્યો નથી. કેમ કે જીવના પ્રતિ પ્રદેશે પરિગ્રહની સંજ્ઞા પિતાની સત્તા જમાવીને બેઠી છે. તેના મૂળમાં મિથુનસંજ્ઞા શેર કરી રહી છે તથા આહાર સંજ્ઞા જીવતી ડાકણની જેમ મોટું વિકસાવીને સર્વતંત્ર સ્વતંત્ર બની છે, ત્યારે માનવના બધાય ધર્મ—વ્યવહાર અને સભ્યતાનું દેવાળું કઢાવનારી ભય સંજ્ઞા બિનદાસ્ત થઈને માનવને ન કરવાના કાર્યો કરાવે તેમાં શું આશ્ચર્ય ? માટે અભિમન્યુના કેડાની જેમ ચારે સંજ્ઞાન ચકાવે ચઢનાર માનવ અપવાદ સિવાય “હાર્યો જુગારી બમણું રમે” આ ન્યાયથી આશા તૃષ્ણને માર્યો તે સંજ્ઞાઓને વધારે પડતું માલિક બની પિતાના જીવનને સર્વથા બરબાદ કરશે. માટે જ જૈન શાસન કહે છે કે “પરિગ્રહી આત્માની તૃષ્ણએ ક્યારેય મરતી નથી. કાબુમાં આવતી નથી. તેની સ્થિતિમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ ભાગ્યમાં શેષ રહે તેમાં શું આશ્ચર્ય?” (24) આયાસ -આનો અર્થ ખેદ-મુંઝવણ-કિંકર્તાવ્ય મૂઢતા અને પરિશ્રમ થાય છે. પરિગ્રહમાં અત્યન્ત આસક્ત બનેલે માનવ, સંસારના જૂઠા વ્યવહારને સાચવવા માટે, નાકનું ટેરવું બીજાઓ કરતાં ઉંચુ રાખવા માટે કે મારી મૂછને વાળ નીચે ન થાય તે માટે ગ્રેવીસે કલાક તનતેડ પિરિશ્રમ કરે છે, દુકાનેથી ઘેર, અને ઘરેથી દૂકાન સિવાય