________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 413 માનવની શાંતિ ખવાઈ જાય છે, સુખ હજારે માઈલ દૂર જાય છે અને સમાધિના બદલે મન-વચન અને કાયામાં અસમાધિ નામની રાક્ષસી હાજર થઈને, માનવ માત્રને રોવડાવે છે, રીબાવે છે, છાતીકુટા કરાવે છે, ઉત્તમ ધાન્યની હાજરી છતાં ભૂખે મારે છે, ભર્યાભાદર્યા ઘરમાં પણ અતડાપણું કરાવે છે. આ પ્રમાણે પરિગ્રહના લેભમાં તણાઈને જાણીબુઝીને વેચાતી લીધેલી અનર્થોની પરંપરામાં તે જીવ તેવી રીતે સપડાઈ જાય છે જેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બને છે, અને જેની અર્થના-પ્રાર્થના નથી કરાતી તેવા દુઃખના અનર્થો ભેગવવા માટેનું મૂળ કારણ પરિગ્રહ છે. (22) સંસ્તવ શાસ્ત્રકારનું કથન છે કે, હે જીવ! તારે સુખી બનવું હોય તે “ગોઇપૂરા વીવેન વત્તાતુલ વરપૂરા ' જેનાથી દુઓની પરંપરાને ઉદ્ભવ થાય, વર્ધન થાય તેવા સહવાસે પણ છોડી દે છે. અર્થાત્ જીવ સાથે, જી સાથેને નિરર્થક, નિષ્ફળક, સ્વાથી કે માયાવી સંબંધ બાંધીશ નહિ. કેમ કે તેમની સાથેનો સંબંધ જ આજે નહિ તે આવતી કાલે પણ દુઃખદાયક બન્યા વિના રહેતું નથી. તેમ છતાં પણ ત્રાણાનુબંધમાં ફસાયેલા જીવોને બીજા માણસે સાથે વ્યાપાર સંબંધે કે વિવાહ સંબંધ બાંધ્યા વિના ચાલતું નથી. તેમાં મૂળ કારણ પરિગ્રડ મેળવવાને, વધારવાને, તેમ જુદી જુદી જાતને લાભ ખાટવાને મેહ રહેલે જ હોય છે. કેમ કે સ્વાર્થ વિના સંબંધ બંધાતું નથી. આ પ્રમાણે બાંધેલે સંબંધ અને તેને કારણે જુદા જુદા