________________ 418 * શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર વિના તેને સુખી બનાવવા માટે દુનિયાભરને એકેય મંત્રજત્રતંત્ર, વાસક્ષેપ, જમણું શંખ, એકાક્ષી નાળીયેર, હાથા જેડી, ગાલ સિંધી, આકડાના ગણપતિ, છેવટે ચિંતામણી રત્ન, કામધેનુ, કે કામધર પણ કામમાં આવે તેમ નથી. તેવી અવસ્થામાં તે ભાઈ સાહેબ બહારથી ગમે તેટલા આઈસક્રીમ, બરફના ઠંડા સરબતે, પીણાઓ, છેવટે એરકન્ડીશન પણ તેમને સુખ–શાંત બનાવી શકે તેમ નથી. કેમ કે અતિશય લેભાન્ય બનેલાનું મસ્તિષ્ક હંમેશા ગરમ જ રહેવા પામે છે ત્યારે એરકન્ડીશન બિચારું શું કરી શકશે? પરિગ્રહસંજ્ઞા અને મૈથુન સંજ્ઞા બંને સહિયર (બેનપણી) હેવાથી મૈથુનને પુષ્ટ કરવા માટે શરીરને પુષ્ટ બનાવશે. તે માટે વૈદ્ય અને હકીમોને ગુલામ બનીને છેવટે પારદપ્રયેળ એટલે કે અમુક વનસ્પતિ સાથે પારાનું મિશ્રણ કરીને આખા શરીરે તેને લેપ કરશે, માલિશ કરશે, સુવર્ણબંગ અને હજારપુટી અબ્રકનું સેવન કરશે. તેના પર દૂધ-મલાઈબાસુદી ખાશે અને ઘીમાં તરબોળ થયેલી લાપસી, હલ ઘેવર ખાશે. છેવટે રાજસ્થાનના દાલબાટા ખાશે. આ બધાયમાં હજારો રૂપીયાએનો વ્યય કર્યા વિના રહેશે નહિ. આવી સ્થિતિમાં જેની શ્રીમંતાઈ આવા પાપકાર્યોમાં ખર્ચાઈ જતી હોય તે બિચારા ધર્મધ્યાનમાં, મુનિઓની સેવામાં, કે સીદાતા સ્વામી ભાઇએને મદદ કરવામાં પૈસે ક્યાંથી ખર્ચ કરશે? (27) તૃષ્ણ –ગઈ કાલે લુખા જેટલાને પણ અભાવ હતે. આજે બે ચાર પેઢી સુધી ન ખુટે તેટલી માયા ભેગી