________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 423 મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિઓમાં ક્રમશઃ પરિભ્રમણ કરે છે. કેમ કે તેમને સ્વભાવ જ ગતિશીલ હોવાથી એક રાશિમાં પડ્યાં રહેતાં નથી. અભિજિત્ સાથે અઠ્ઠાવીસ નક્ષત્રે છે, જેમના સંસ્થાને વિવિધ પ્રકારે છે. આ બધાય તિષી. દેવે સદૈવ ભ્રમણ કરે છે અને મનુષ્ય લેકમાં રહે છે. જ્યારે તેનાથી બહારના તિષ દેવે સ્થિર છે, એટલે જ્યાં છે ત્યાંથી ચલાયમાન થતાં નથી. કેટલાય યોજનાની ઉંચાઈવાળા મેરૂ પર્વતની ચારે તરફ ભ્રમણ કરે છે. સમય, ઘડી, દિવસ, માસ, વર્ષ આદિના વ્યવહારને આધાર સૂર્ય-ચંદ્રને આધીન છે. ત્યાર પછી બાર પ્રકારના વૈમાનિક દેવના વિમાને છે, જે ઉર્ધ્વ લેકવાસી કહેવાય છે. કલપેપન્ન હોવાથી તીર્થંકર પરમાત્મા ની સેવામાં, તેમના કલ્યાણ કેમાં, અતિશય શ્રદ્ધાપૂર્વક આવે છે અને ભક્તિભાવે આરાધના કરે છે. તેમના નામ-સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અચુત છે, પિતાપિતાના કલ્પવર વિમાનમાં રહેતા હોવાથી કપિપન્ન કહેવાય છે. ત્યાંથી ઉચા અને ગ્રીવા સ્થાને રહેનારા નવ પ્રકારના રૈવેયક દેવે તથા પાંચ અનુત્તર દેવે, મહર્તિક એટલે મોટી ઋદ્ધિવાળા અને સર્વ દેવમાં શ્રેષ્ઠ મનાય છે, જે કપાતીત કહેવાય છે.