________________ 424 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માટે તીર્થકર દેવેન કલ્યાણકમાં આવવાનું રહેતું નથી. તેથી એમ સમજવાનું નથી કે તીર્થંકરે કરતાં કપાતીત દેવે મોટા હોય છે, પરંતુ તેઓનું અવધિજ્ઞાન એટલું બધું વિશદ હોય છે કે પિતાના વિમાનમાં બેઠાં બેઠાં જ સમી પમાં વિહરમાન તીર્થકરેને મનથી પ્રશ્ન પૂછે છે અને સમાધાન મેળવી લે છે. ચારે નિકાયના દેવેમાં પરિગ્રહનું વર્ણન - માનવાવતારમાં કરેલી-કરાવેલી આરાધના-વિરાધનાના કારણે, તરતમભાવે મળેલા ભવને, વને, વાહને, યાને, વિમાને, શયને, આસને વગેરે ભેગ્ય સામગ્રીના સાધને, મનુષ્ય લેકના વાસીઓ કરતાં ઘણા પ્રકારે શ્રેષ્ઠ, સ્વચ્છ, સૂક્ષ્મ, મુલાયમ અને ઇન્દ્રિયેના પિષક હોય છે. જુદા જુદા રંગે રંગાયેલાં વસ્ત્રો ઘણું જ કિમતી હોય છે. સંભળાય છે કે પરમાત્મા મહાવીર સ્વામીના ખંભા પર પડેલા દેવદૂષ્યના બંને ટૂકડાઓને સાંધનાર દરજી અને બ્રાહ્મણ પણ આજીવન શ્રીમંત બની ગયા હતાં. નયનરમ્ય અને મને હારી આભૂષણે, ચન્દ્રકાન્ત તથા સૂર્યકાન્ત આદિ જૂદા જૂદા રંગેના મણિઓથી શોભતાં તેમનાં પાત્રો (વાસણો) દેવાની ઈચ્છાને અનુકુળ, વિવિધ પ્રકારના રૂપાન્તર કરવામાં અપ્રમત્ત અપ્સરાઓને સમૂહ તેમની પાસે કાયમ રહે છે, જેના પર દેવોને ઘણીજ માયા રહે છે. તથા દ્વીપ, સમુદ્રો, દિશાઓ, વિદિશાઓ, ચૈત્યવૃ, બીજા પણ ઉત્તમોત્તમ વૃક્ષ,