________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 419 થયા પછી પણ તેમને લેભ થંભાત નથી. કેમ કે લેભની દાસી તૃષ્ણ છે અને જેમ જેમ લાભ થતું જાય તેમ તેમ લેભ રાક્ષસના તેફાને વધતા જાય છે. માટે જ સૂત્રકાર કહે છે કે પરિગ્રહને પર્યાય તૃષ્ણા હેવાથી આકાશને અન્ત આવી શકશે તે પણ આશા-તૃષ્ણાને અંત ક્યારેય આવી શકતું નથી. આના મૂળમાં મેહકમ કામ કરી રહ્યું છે, જેને શરાબના નશાની ઉપમા દેવામાં આવી છે. નશેબાજ માનવને ગમે તેવા વિચાર કરવાને હકક છે. તેમ આશા-તૃષ્ણના ભગતરામેને શું ખાવું? કેટલું ખાવું? શું બેલવું? આવી ભાષા બેલાય કે ન બોલાય? ઇત્યાદિની વિચારણા કરવા જેટલી પણ ક્ષમતા તેમની પાસે રહેતી નથી. (28) અનર્થક :-માણસ માત્રને અનર્થો કરવાની ઈચ્છા હોતી નથી, પણ સમગજ્ઞાનના અભાવમાં તેનું હૈયું-મનબુદ્ધિ-ઈન્દ્રિયે અને શરીર મર્યાદાતીત થયેલા હોવાથી અનિચ્છા છતાં પણ વિષય કષાયમાં ફસાઈ જવાના પ્રસંગે ઉપસ્થિત થતાં તેના પિષણને માટે બીજા ગમે તેવા અનર્થો કરવા પડે તે પણ તેમને આંચકે લાગતું નથી. સારાંશ કે પાપભીરતા પ્રાપ્ત ન થવા દેવામાં પરિગ્રહસંજ્ઞા મુખ્ય કારણભૂત છે, માટે ઢગલા બંધ અનર્થોને સર્જક પરિગ્રહ છે જે લેભ સાથે જન્ય અને જનક સંબંધ ધરાવે છે. લેભના પણ કેટલાય પ્રકારે છે. જેમ કે - કેઈને પુત્રને લેભ છે. કેઈને વિષય વાસનાને લેભ છે.