________________ 412 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ' (20) પ્રવિસ્તાર :-જ્યાં સુધી હૃદયમંદિરમાં સર્વથા નિપરિગ્રહી અરિહંત પરમાત્માની પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, ત્યાં સુધી પરિગ્રહ નામને શેતાન હૃદયમાંથી ખસતે નથી, આ કારણે જ પરિગ્રહધારી ગૃહસ્થને તેની માયા રહે અને તદનુસાર પ્રવૃત્તિ કરે તે સ્વાભાવિક છે. તેમાં જ્યારે પૂર્વ ભવનું પુણ્ય સાથીદાર બને ત્યારે લેભ નામના રાક્ષસને ભડકતા વાર લાગતી નથી. ફળ સ્વરૂપે કઈ પણ જાતનાં અનાચાર સેવ્યા વિના કુટુમ્બ કે વ્યવહારનું પાલન સુલભ બનેલું હોવા છતાં પણ, વ્યાપારમાં બે ગુણ-ચાર ગણું વૃદ્ધિ કરવાના સંકલ્પ થશે અને દેશના ખૂણે ખૂણે હાર ઉદ્યોગે, કારખાનાઓ, ઓફીસ, પેઢીઓને વિસ્તાર કરતે જશે અને એક દિવસે નેટના બંડલેને ગણતાં, સુવર્ણચાંદી-હીરા-મોતીના આભૂષણોને નીરખતાં, પુત્ર પરિવારને ટગર ટગર જતાં ચોપડાઓમાં નફાની રકમને જીભ પર ફેરવતાં ફેરવતાં હૃદયની ગતિ બંધ પડી જતાં મનુષ્યાવતારમાંથી ભ્રષ્ટ થઈ તથા સાથે કંઈ પણ લીધા વિના મરીને નરક, ઉંદરડા, સાપ, નેળીઆ, દીપડા આદિ કનિષ્ઠતમ અવતારને ધારણ કરે છે. (21) અનર્થ :-“અચ્યતે ઈતિ અર્થ” માનવ માત્ર જંદગીના છેલ્લા ક્ષણ સુધી સુખ-શાંતિ અને સમાધિની સાથે સાથ મળેલી કે મેળવેલી મિલકતની આબાદીને જ ઈચ્છતે હોય છે. પરંતુ કેટલાક વ્યાપાર-વ્યવહાર કે તેના માટે રખાતાં ઉત્સાહ આવા ખતરનાક બને છે, જેના લીધે