________________ 410 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે ભાગ્યશાળી પ્રભુપૂજા, ગુરુસેવા કે થોડું ઘણું દાન પુણ્ય પણ કરતે હોય છે. પણ જેમ જેમ વ્યાપાર વધતું જાય તેમ તેમ ધાર્મિક અનુષ્ઠાન પર એક પછી એક ચેકડી મૂકાતી જાય છે. અને એકવાર ચેકડી મૂકાઈ ગયા પછી સંસારની માયામાં તેઓ એવી રીતે લપટાઈ ગયા હોય છે કે વારેતહેવારે પણ ધર્મ કૃપાથી તેમને હાથ ધોઈ નાખવા પડે છે. હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા, તાસપાના (ગંજીફા-પલેઈંગ કાર્ડ, રમી, ટેલીવિઝન, કલબ, ગપ્પાસગ્યા માટે તેઓ ગમે ત્યારે પણ તૈયાર હોય છે, પણ ધર્મના અનુષ્ઠાનેમાં પરિગ્રહના પાપે તેમને મુદ્દલ રસ હોતે નથી, આવતું નથી તે પછી વધવાને રસ જ ક્યાં રહે. વ્યવહાર પૂરતા કરાતાં દાન પુણ્યમાં પણ તેમની ગણત્રી પિતાને વધારે લાભ મેળવવા માટેની જ હોય છે. જેમ કે પાંચ-દસ લાખનું ટ્રસ્ટ પિતાના કબજે આવતું હોય તે આગેવાની લઈને પણ પાંચ-દસ હજાર ટીપમાં મંડાવી લેશે. (18) સંપાતે પાયક-પરિગ્રહને વધારવાની ઈચ્છાથી, ગમે તેવા જૂઠા પ્રપંચકાવાદાવારૂપ પાપોનું ઉત્પાદન કરાવવામાં સમર્થ બને છે. એટલે કે પૈસે મેળવવામાં હાથની, બેલવાની કે લખવાની ચાલાકીને ઉપયોગ કર્યા વિના લક્ષ્મી. દેવી મળતી નથી, વધતી નથી અને સુરક્ષિત રહેતી નથી. માટે અનર્થોની પરંપરારૂપ નિકાચિત પાપોનું ઉત્પાદન કરાવનાર પરિગ્રહ છે, માટે તેના પર્યાયરૂપે સંપાતે પાયક શબ્દ સાર્થક બને છે. માત્ર વ્યાપાર દ્વારા વૃદ્ધિ પામતા