________________ 408 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આરાધનામાં જ જીર્વન પૂર્ણ થાય છે. આ કારણે જ તેના ઉપાર્જનથી, રક્ષણથી, વ્યયથી કે નાશ થવાથી ભયંકરમાં ભયંકર વેદનાઓને ભેગવતાં માનવે રૌદ્રધ્યાનના સ્ટેજ પર આરૂઢ થઈને દુર્ગતિના મહેમાન બનવા પામે છે. (15) ઉપકરણ -આન્તર જીવનમાં પરિગ્રહ પ્રત્યેની માયા બંધાયેલી હોવાથી માન ઘર, દુકાન, શરીર, વસ્ત્રપરિધાન, ખાનપાનને જુદા જુદા પ્રકારે સુંદર બનાવવામાં અને તે તે પદાર્થોને મેળવવામાં જે જે ઉપકરણે હેય તેને મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરે છે. ઉપકરણ એટલે સાધન. યદ્યપિ અહિંસા અને સંયમની પુષ્ટિ માટે પણ સાધકને ધર્મોપકરણ સ્વીકારવાના જ રહે છે, માટે તે અર્થમાં પણ ઉપકરણ શબ્દ વપરાયે છે. પણ અહિં પરિગ્રહ સંબંધીને પ્રપંચ ચર્ચાઈ રહ્યો હોવાથી જૂદા જૂદા પ્રકારની સામગ્રી એકત્ર કરવી તે ઉપકરણ છે. . (16) સંરક્ષણ જીવનમાં ધર્મ–ધાર્મિકતા અને સમ્યગુજ્ઞાન ન હોવાના કારણે અથવા પરિગ્રહસંજ્ઞાને ઉદયકાળ જોરદાર હોવાથી ધર્મ અને જ્ઞાન મેળવવાની પરિસ્થિતિ હેવા છતાં પણ તેના પ્રત્યે આંખ મિંચામણા કરતે માનવ પરિગ્રસંશાને ઉપાસક બને છે અને તે માટે મેળવેલા ભૌતિકવાદના સાધનની સુરક્ષા માટે તથા પિતાના શરીર અને કુટુમ્બને મનગમતા ભેજન, વસ્ત્રો, આભૂષણની બક્ષીસ દેવા માટે તનતોડ પ્રયત્ન કરવામાં દિવસે, રાત્રિઓ, મહિનાઓ,