________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 409 વર્ષો અને જીન્દગીને છેલ્લો શ્વાસ પૂર્ણ કરી પરિગ્રહના ભારથી વજનદાર બનેલે આત્મા ચાલુ તથા પરભવના સત્કર્મોને ખતમ કરે છે અને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે. (17) ભાર :-ભાર એટલે વજન–જહાજ, મેટર, બળદ ગાડી કે સાઈકલ પર મર્યાદાથી બહાર ભાર લાદવામાં કઈક સમયે તે જહાજ વગેરેને જળ સમાધિ લેવાનો, ગાડાને તૂટી જવાનો ભય નકારી શકાતું નથી. તેવી રીતે પરિગ્રહને ભાર કહેવાને આશય એટલો જ છે કે, ગજા ઉપરને પરિગ્રહ મેળવવાને માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કરેલા હિંસાના કાર્યો, જૂઠા વચને, ચેરીના ધંધા અને મૈથુન આદિને અતિ નિકાચિત કર્મોના ભારે આત્મા એટલે બધે વજનદાર બનવા પામે છે, જેનાથી તેને અલેક (નરક) તરફ જવા સિવાય બીજો માર્ગ રહેતું નથી. કેમ કે ચેડા કે ઘણા વાયરામાં હળવા કાગળે, રૂ કે તૃણ વગેરેને આકાશમાં ઉડતાં જોવાય છે, પણ વજનદાર પત્થર ઈંટ આદિને આકાશમાં ઉડતાં કોઈએ જોયા નથી, તેમ ત્યાગ-તપ આદિ સત્કર્મોથી આમા હળવે થાય છે અને ઉર્વ લેકને પ્રાપ્ત કરે છે. જ્યારે પરિગ્રહના ભારથી વજનદાર બનેલા આત્માને નરક કે તિર્યંચગતિ તરફ જતાં કઈ રોકી શકે તેમ નથી. આ હેતુથી પરિગ્રહને ભાર કહ્યો છે જે યથાર્થ છે. મામુલી પરિગ્રહી પણ પિતાના આત્માના હિતને માટે ઘડી અર્ધ ઘડીને સમય પણ મેળવી શકતા નથી, તે પછી સીમાનીત પરિગ્રહને ધર્મ માટે સમય કયાંથી મળશે? દાળ, રેટી જેટલી આમદાનીમાં