________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 407 પ્રયાસ કરે તે આગળથી નીકળે અને પાછળથી ફસાય છે, અથવા પાછળથી નીકળે તે આગળથી ફસાઈ ગયા વિના છુટકે નથી, તેવી રીતે લેભાત્મા પણ વ્યાપાર રોજગારમાં ખૂબ ખૂબ ફસાઈ ગયા પછી કે મન-વચન અને કાયાથી પૂર્ણરૂપે કંટાળી ગયા પછી પણ ડીવારને માટે સ્મશાન વૈરાગ્ય જેવું લાગે તે પણ હળદરના રંગ જે તે વૈરાગ્ય ક્યારેય ટકતે હશે? તેવી રીતે લેહીની બુંદબુંદમાં પ્રવેશેલે પરિગ્રહને ભાવ-મમતા કે આસક્તિ ફરીવાર સતાવ્યા વિના રહેતી નથી. માટે લેભાત્મા ક્યારેય પરમાત્મા, સ્વભાવાત્મા કે જ્ઞાનાત્મા બની શકતું નથી. માટે જ પરિગ્રહને પર્યાય યથાર્થ છે (14) મહાતિ –કોઈને પણ ન કહી શકાય, ન સહી શકાય તેવા પ્રકારની માનસિક, શારીરિક કે કૌટુંબિક પીડાઓ પરિગ્રહવંતને ભેગવવાની અનિચ્છા છતાં પણ તે પીડાઓ અનિવાર્યરૂપે ભેગવવી જ પડે છે. કેમ કે પરિગ્રહમાં અત્યંત આસક્ત માનવે તેમાંથી છુટકારો મેળવી શકે તેવી સ્થિતિમાં હોતા નથી. વૈરાગ્ય અને પરિગ્રહને બારમો ચંદ્રમાં હોવાથી જ્યાં પરિગ્રહ છે ત્યાં વૈરાગ્યની ઉત્પત્તિ, વૃદ્ધિ પણ થાય તેમ નથી. રૂઠેલા આકાશસ્થ ગ્રહો કદાચ એક એક શક્તિને જ દબાવી દેતા હશે, પણ પરિગ્રહરૂપી મહાગ્રહ જીવાત્માની બધીય શક્તિઓ, પુણ્યકર્મો તથા સત્કર્મોને પણ ખતમ કર્યા વિના રહેતું નથી. તેવાઓ માટે દ્રવ્યપાર્જન તથા તેનું રક્ષણ જ તેમનું મુખ્ય લક્ષ્ય બને છે, અને તેની