________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 405 ચાલતી પુત્રવધુઓથી ભર્યું ભર્યું ઘરનું વાતાવરણ, વેવાઈવેવાણ આદિ કુટુંબીઓનું વારંવાર આવાગમન અને તેમને કરેલે સત્કાર જ ધર્મ છે, માટે તપ-ત્યાગ–પૌષધ-સામાયિક વગેરે વૃદ્ધાવસ્થામાં કરીશું. મુનિ મહારાજે તે કહેતા રહે, તેમને ગૃહસ્થના વ્યવહારની શી ખબર પડે? આમ બેલતા જાય અને માનવાવતારમાં કેવળ પૈસે પૈસે પૈસો જ સાર છે.... તે સિવાય બધુંય નકામું. માટે જ પરિગ્રહી આત્મા ભૌતિકવાદને જ જીવનને સાર સમજી જીવન પૂર્ણ કરે છે. (11) મહેચ્છા –ઈચ્છા, આશા, તૃષ્ણા, આ ત્રણે શબ્દોને અર્થ એક જ છે. મોટા મેટા જહાજોની મુસાફરી કરતાં પણ સમુદ્ર કિનારે પ્રાપ્ત થાય છે. કદાચ ભરદરિયે તૂટી જાય તે પણ એકાદ લાકડાનું પાટિયું હાથમાં આવતાં લાંબા કાળે પણ દરિયાની યાત્રાને અન્ન આવે છે, અથવા દેવની પ્રસન્નતા દ્વારા પણ અઢીદ્વીપની યાત્રા મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે. તે પણ આકાશ જેવી અનંત આશા-તૃષ્ણ અને ઈચ્છાને પાર આવી શકતું નથી. કેમ કે તેની માયા આટલી બધી ચિકાશવાળી અને દુનિવાર છે કે, બુદ્ધદેવના સંતાનની જેમ એક પછી એક સંતાનની હારમાળા વળગેલી હોય છે, તેવી રીતે જીવનની એકાદ ઈચ્છાની પૂતિ થાય કે ન થાય તે પહેલા તે બીજી આશાને જન્મ થઈ જાય છે. આ ક્રમ જીન્દગીના છેલ્લા ક્ષણ સુધી પણ મટવા પામતે નથી. માટે જ તીર્થકરોની આજ્ઞા જીવ માત્રને માટે કલ્યાણકારી એટલા માટે બનવા પામે છે કે સંસાર કારાગૃહથી મુક્તિને