________________ 400 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્રતમય નથી તેમની મૈથુન માટેની અત્યાસક્તિ અશુભ અને અશુદ્ધ લેયાઓ પાંચ પચીસ મિનિટના વિયોગમાં પણ હદ વગરના ધમપછાડા આદિના કારણે અનંતાનુબંધી કષાયના ભાવ આવ્યા વિના રહેતા નથી. આ કારણે વેદકર્મને આભ્યન્તર પરિગ્રહમાં સમાવેશ કર્યો છે. દેશવ્રતધારીને પણ વેદને ઉદય હોય છે પણ તેમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની કષાયે હોવાથી તેને પ્રતિકાર સુલભ બને છે. મહાવ્રતધારીને આ કર્મ ઉપશમિત હોય છે. છ હાસ્યષક -હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને જુગુપ્સા. આ છ કર્મો પણ મેહકમંતર્ગત છે અને નોકષાયના નામે પ્રસિદ્ધ છે. ઘણું માણસે ભદ્રિક, સરળ, સાત્વિક, ધાર્મિક અનુષ્ઠાનેમાં શ્રદ્ધાવંત હોવા છતાં પણ તેમના જીવનમાં ગુપ્તપણે રહેલી મશ્કરી(હાસ્ય)ની આદત એટલી જબરદસ્ત હોય છે જેના પાપે કે અભિશાપે આખા સમાજને લેશકંકાસની હોળીની બક્ષીસ દેનારી બની જાય છે. પિતાને અંગત સ્વાર્થના કારણે ન કરવાની મીઠી મશ્કરી કરવાની આદત તેમનામાં અજોડ હોય છે, માટે આવી આદતવાળા માનવે બહારથી ઉજળા હોવા છતાં આન્તર પરિગ્રહના માલિક બને છે. રતિ-અરતિના કારણે પણ બહારની દુનિયાનું નુકસાન થાય કે ન થાય, તે પણ પિતાનું આખ્તર જીવન મલિન જ રહેવા પામે છે. તેઓ કદાચ આયંબીલ કે એકાસણા પણ કરી શકશે તે પણ ખાવા-પીવાની વસ્તુઓ પરની રતિ-અરતિ ત્યાગી શકતાં નથી.