________________ 398 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ સહવાસ અને આત્મીયતા બંને જૂદા હેવાથી સભાન અને જાગૃત આત્મા પુગલેના સહવાસે રહેશે. તે પણ તેની સાથે આત્મીયતાના સંબંધથી સંબંધિત ન હોવાના કારણે ગમે ત્યારે પણ તે પુદ્ગલેને, તેના મેહને, માયાને ત્યાગી શકવા માટે કે અભ્યાસપૂર્વક ધીમે ધીમે પણ તેને ત્યાગ કરવા માટે સમર્થ હોય છે, તથા ઘનિષ્ટતા એટલે આત્માને પુદ્ગલે સાથેની આત્મીયતા બંધાઈ ગઈ હશે, તે મધના વાટકામાં પડેલી માખીની જેમ આત્માની પણ તેવી જ દશા થયા વિના રહેવાની નથી. બાહ્ય કે દ્રવ્ય પરિગ્રહમાં ખાનપાન, વસ્ત્ર, મકાન, પશુ, દાસદાસી, પુત્ર પરિવાર આદિને સમાવેશ થાય છે. જ્યારે આભ્યન્તર કે ભાવપરિગ્રહ 14 પ્રકારના છે, જે કર્મજન્ય પણ છે અને કર્મજનક પણ છે. એટલે કે ભૂતકાળના કર્મોને વિપાક (ફળ) અને ભાવિને માટે કર્મોને ભારે ઉત્પન્ન કરાવનાર છે. મિથ્યાત્વ, ત્રણ વેદ, ચાર કષાય, હાસ્યષક રૂપે આભ્યન્તર પરિગ્રહ 14 ભેદ છે. જેને કંઈક વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીએ. (1) મિથ્યાત્વ -જે આત્માને ગુણ નથી પણ પર્યાય છે અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે કષાયને ચાર ભેદ છે. તેમાંથી ગમે તે કારણે ઉત્પન્ન થયેલા ક્રોધ-માન-માયા અને લેભને નશે ઘણા વર્ષો સુધી છેવટે જીન્દગીની છેલ્લી ક્ષણ સુધી પણ ઉતરવા ન પામે તે અનન્તાનુબંધી કષાય કહેવાય છે, અને જ્યાં સુધી આનું જોર ઘટવા ન પામે ત્યાં સુધી મિથ્યાદર્શન પણ હટવાને માટે