________________ 396 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) નાથા વિના જ વિચારો.... પરિગ્રહ વધારવાના શેખીને શરીર, વચન તથા મનને પરિશ્રમ ખૂબ જ કરવાનું હોય છે. જેમકે આજે મુંબઈ, કાલે દિલ્હી, પરમ દહાડે ફેરેન (પાશ્ચાત્ય દેશે), ત્યાંથી કલકત્તા, મદ્રાસ, વળી કેઈક સમયે 5-25 હજારને ઘાટ દેખાય કે લાખે રૂપીઆની કમાણી દેખાવવા માંડે ત્યારે નાકેડાના ભેરૂજી, વાલકેશ્વર કે નરેડાની પદ્માવતી અને છેવટે વાસક્ષેપથી માથું ભરાવ્યા વિના રહેતા નથી. વિસૂરણા એટલે માનસીક પીડા, જેમ કે નેકર-મુનીમ કે ભાગીદાર ફરી જશે તે? આવકવેરાના ઈન્સપેકટરને માહિતી આપી દેશે તો? ગામડાના ઘરમાં દાટેલું અઢળક ધન કેઈ જેઈ ગયું હશે તે? વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ ચાડી ખાઈ જશે તે? આવા કારણે ચિન્તાતુર થયેલાએ ઘણીવાર છુપાઈને ફરતાં હોય છે. કલહ એટલે જીભાજોડી-શંકાના પુલ પર ચડેલા પરિગ્રહધારીઓને ગમે તેની સાથે પણ કલહ કર્યા વિના ચાલતું નથી. ઈત્યાદિ પ્રસંગેથી પરિગ્રહરૂપી વૃક્ષના અગ્રભાગે સદૈવ કંપતા જ રહેતા હોય છે. વૃક્ષ જેમ સ્થિર નથી, તેમ પૈસાવાળાએ પણ ધ્રુજતા જ રહે છે. રાજાઓ, કર્મચારીઓ, અને ધનિકેને પરિગ્રહની માયા ખૂબ જ હોય છે. તેથી મેક્ષમાર્ગ પર આવવા માટે તેમને વધારે પરિગ્રહ જ રૂકાવટ કરે છે. ક પરિગ્રહનું સ્વરૂપ સમાપ્ત થયું 5