________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 395 ગુપ્ત કે અગુપ્ત, ડી કે વધારે, કંઈ પણ ન્યાય નીતિની મર્યાદા તેડ્યા વિના ભાવમાં, હિસાબમાં, વ્યાજમાં, તેલ– માપમાં, ભાવેની ફેર બદલીમાં કે સેળભેળમાં અથવા ભગવાનનાં, દેવ-દેવીના કે માતા-પિતાના સેગન ખાઈને માયામૃષાવાદપૂર્વક વિશ્વાસુઓની સાથે વિશ્વાસઘાત કર્યા વિના પૈસો, મટર, બંગલે કે ફેશનાલિટીના ભરપુર સાધને મળી શકતા નથી. “પૂર્વભવના પુણ્યથી સંપતિ મળે છે” આ તર્ક વજુદ વિનાને એટલા માટે છે કે-જે માનવને પિતાના પુણ્ય પર વિશ્વાસ જ હોય તે તેમને છલ પ્રપંચાદિ કરવાની જરૂરત રહેતી નથી, પણ જોવામાં, અનુભવવામાં તેનાથી વિપરીત આવે છે. માટે પૈસે માયાચારી વિના મળતું નથી જે પરિગ્રહરૂપી વૃક્ષની છાલ, પાંદડા અને અંકુરા સમાન છે. (6) ગરણ પુરૂ રામમોના પરિગ્રહને તથા કામદેવને ઘનિષ્ઠ મિત્રતા રહેલી હોવાથી જેમ જેમ પરિગ્રહ વધવા માંડે છે, તેમ તેમ ઘરની ગાયભેંસના દૂધ, માવા, મલાઈ અને ઘીમાં તરબોળ રોટલારોટલી, ચટાકેદાર ફરસાણે, અત્યંત ઠંડા અને ઇન્દ્રિમાં તરાવટ લાવે તેવા શરબત આદિ પિયેથી તેમના પેટ ભરાતા જાય છે અને ઇન્દ્રિયના ઘડાઓ સશક્ત બનતા મરી ગયેલ કે મરવાની અણી પર આવેલે કામદેવ ફરીથી જાગૃત થતાં માનવ કામગોમાં બેભાન, એમર્યાદ અને બેકરાર બને છે. આ કારણે જ જૈન સૂત્રકારે પરિગ્રહરૂપ વૃક્ષના પુપે અને ફળને કામભેગે સાથે સરખાવે છે, જે સાર્થક છે.