________________ 394 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગયું હશે? ડ્રાઈવર મેટર તૈયાર કર, મારે સ્ટેશને જવું પડશે. હીરાના પડિકાઓ લઈને મુનીમજી ફેરેનમાં ગયા કે નહિ? આ રીતે ગમે ત્યારે જુઓ તે પરિગ્રહધારી લમણે હાથ દઈને બેઠો હોય છે, જે આર્તધ્યાનનું મૂળ કારણ છે. ( 4 ) गारवपविल्लियग्गविडवा : પરિગ્રહની મસ્તીને ન ચડેલે માનવ જ્યારે જુઓ ત્યારે અદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવના ખ્યાલામાંથી બહાર આવી શકતું નથી. હીરા-મોતી, સેનું-ચાંદી-આભૂવણેના કબાટ અને તિજોરીએ જોઈ જોઈ પિતાની અદ્ધિ માટે ગૌરવ લેતો હોય છે. મનગમતા-મીઠા-તીખા, ખાટાખારા, તળેલા ભેજનીયાના રસમાં તેમને એટલે બધે મેહહેય છે કે ગ્રેવીસે કલાક ખાવાના પદાર્થોનું વર્ણન તેમની જીભ પરથી બ્રોડકાસ્ટ થયા વિના રહેતું નથી.. પિતાના શરીરની, તેને રૂપાળું બનાવવાની તથા સશક્ત રહેવા પામે તેવા રસ અને રસાયણેની ચિંતામાં જ જીદગી ખપી જાય છે. માટે પરિગ્રહરૂપી વૃક્ષને માટે ત્રણે ગાર શાખારૂપ છે. (1) નિકિતથા વત્તાવારો.... સ્વાર્થમ્પ, માયાન્ય બનીને જુદા જુદા પ્રકારે કરેલા માયા મૃષાવાદ, છળ પ્રપંચરૂપ નિકૃતિ અર્થાત્ માયાચારી જ પરિગ્રહરૂપ વૃક્ષના પાંદડા, છાલ અને અંકુરા છે. સારાંશ કે