________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 383 ( 5 ) समयधम्मे गणेय भिंदति : પરસ્ત્રી પ્રત્યેના પ્યાર-મેહ-ચેષ્ટા અને વાસના આદિના કારણે માનવના આન્તરિક જીવનમાં તેવા પ્રકારને મોહ– પ્રમાદ અને તેની પૂરતી ન થાય તે કષાયભાવેને પ્રવેશ થતાં જ ભૂતકાળમાં લીધેલી સત્કાર્યો માટેની પ્રતિજ્ઞાઓ ધીમે ધીમે શિથિલ બનતી જાય છે. સિદ્ધાન્તોની શ્રદ્ધા ઘટવા માંડે છે. ગુરુઓનું તથા વડિલેનું બહુમાન પલાયન થતું જાય છે. વ્યુતધર્મ તથા ચારિત્ર પરની શ્રધેય ભાવના ડગમગ થાય છે અને એક દિવસ એ પણ આવી જાય છે કે જે ગણમાં, ટોળામાં, મંડળમાં કે સમુદાયમાં હાઈએ તેના કાયદાઓને પણ તેડીને એકના બે ટૂકડા કરાવી દેવાય છે. (6) धम्मगुणरया य बभयारी खणेण चरित्ताओ उल्लोटति : સદ્દગુરુઓના સેવનથી, ઉત્તમોત્તમ સ્વાધ્યાયથી પ્રાપ્ત થયેલ પુરૂષાર્થ બળથી, પૂર્વના પુણ્યદયે પ્રાપ્ત થયેલા ધાર્મિક ભાથી, મર્યાદિત કે પૂર્ણ રૂપે થયેલી બ્રહ્મચર્યની ભાવનાએથી, પ્રાપ્ત થયેલા અને ટકાવી રાખેલા ચારિત્ર પર્યાયે પણ ઉદીર્ણ કરીને ઉદયમાં લાવેલા મૈથુન પાપના કારણે એક જ ક્ષણમાં નાશ પામે છે. આ સૂત્રથી આપણે મૈથુન અને મૈથુનસંજ્ઞાને તફાવત સમજી શકીએ છીએ કે મૈથુનને પૂર્ણવિરામ છ ગુણસ્થાનકે પગ મૂકતાં જ થઈ જાય છે. કેમ કે સાધુતા, મુનિતા કે સમિતિ-ગુપ્તિ ધર્મને મૈથુનભાવ સાથે હાડવૈર છે. તેમ છતાં પણ મિથ્યાત્વના અણુઓ હજી સત્તામાં પડેલા હોવાથી મૈથુન સંજ્ઞા, પુરૂષદ કે સ્ત્રીવેદની