________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 391 હજારે માનવેને, પશુઓને મૃત્યુના મુખમાં ધકેલી દેવાની અભિલાષાથી પણ સર્વથા અતૃપ્ત રહેનારા ચક્રવતી આદિ રાજાઓના જીવનની અતૃપ્ત વાસનાના શાપે પ્રાપ્ત થનારી દુર્ગતિ જ પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે. સારાંશ કે આર્ય સુધર્મસ્વામી પરિગ્રહને વૃક્ષની ઉપમા આપતાં સમજાવે છે કે આશા અને તૃષ્ણા આકાશ સમાન હોવાથી તેને અંત ક્યારેય આવવાને નથી, કેમકે લેભ સમુદ્ર સમાન અગાધ હોવાથી પૂરા સંસારના શહેનશાહ, પ્રધાનમંત્રી બની જઈએ કે કડે-અબજોની કિંમતના દ્રવ્યેની પ્રાપ્તિ થઈ જાય તે પણ “જે દસ વીસ પચાસ ભયે, શત હાઈ હજાર તે લાખ મંગેગી; કેટિ અરબ ખરબ અસંખ્ય, ધરાપતિ હોને કી ચાહ જગેગી. સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું, તૃણું અતિહિ આગ લગેગી; “સુંદર” એક સંતેષ વિના શઠ ! | તેરી તે ભૂખ કભી ન ભગેગી.” આવી પરિસ્થિતિમાં ભેગે પગ મેળવવાના દ્રવ્ય મેળવવાની ઝંખના કરવી, તેના માટે રાત-દિવસના ઉજાગરા કરી દેવાદેડ કરવી, મેળવ્યાને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવી, તેને વધારવામાં લેહીનું પાણી કરવું ઇત્યાદિ કારણથી તે તે વસ્તુઓ પરને અસંતોષ ભાવ જ પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે.