________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 389 તે કેટલી બધી સાર્થક છે તેને ખ્યાલ આવશે. વૃક્ષને મૂળથડ-મોટી શાખા-નાની ડાળ, પાંદડા–પુષ્પ અને ફળ હોય છે. તેવી રીતે પરિગ્રહરૂપી વૃક્ષમાં પણ તે બધાય સંબંધોને શાસ્ત્રકાર પિતે જ ઘટાવી રહ્યાં છે. પરિગ્રહનું સ્વરૂપ શું છે? ભવભવાન્તરમાં ઉપાર્જિત કરેલી, પશેલી, વધારેલી પરિગ્રહસંજ્ઞાના કારણે ચારે ગતિઓના જીવાત્માઓને જુદી જુદી વસ્તુઓને જોવાની, ખરીદવાની, સંગ્રહ કરવાની અને તે તે વસ્તુઓ પ્રત્યે માયા વધારવાને ભાવ અનાદિ કાળને છે. તે વસ્તુ કઈ કઈ? જેના પ્રત્યે જીવાત્માઓને આકર્ષણ થાય છે, તે બતાવવા સારૂ કહે છે : જૂદા જૂદા પ્રકારના રંગબેરંગી ચન્દ્રકાન્ત મણિઓ, સુવર્ણ–ચાંદી અને તેના જુદા જુદા ઘડાયેલા હાર-કંદરા, બંગડી, ઝાંઝર, બટન, કડા, કુંડળ, કર્કતન-પરવાળા આદિ રત્નો. સુગન્ધી ગુલાબ, કેવડે, હીના આદિ અત્તરે. પુત્રપુત્રીઓને મેળામાં રમાડતી ધર્મપત્નીએ, પૌત્ર-પૌત્રીભાણેજ વગેરે પરિજને. દાસ-દાસી, ઘરનું જુદુ જુદુ કામ કરનારા કારીગરે, ટાંટીયા તેડીને કામ કરનારા ચાકરે, હાથી-ઘડા-ગાય-ભેંસ-ઉંટ-ગધેડા - બકરા- બકરી-ઘેટા, પાલખી–ગાડું–રથ–મેટર-સાઈકલ-સ્કૂટર-સ્પંદન (ઉત્તમ રથ), પલંગ, ગાદલા, રજાઈ મચ્છરદાની, ટેબલ, ખુરશી, સેફા, આસન વગેરે ઘરમાં વપરાતુ રાચરચીલું. સુવર્ણ મહોર