________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 387 કે ટૂંકા આયુષ્યની મર્યાદામાં અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રત્યેક ભવમાં યમરાજને માર ખાતા રહે છે. અબ્રહ્મનું ફળ ફરમાવતાં સૂત્રકાર કહે છે કે પ્રત્યેક ભમાં સુખ ઘેડું અને દુઃખ વધારે ભોગવવાનું, વધ, બંધન, જન્મ-મરણ આદિ મહા ભયમાંથી છુટી શકાતું નથી. કર્મનું બંધન, સ્થિતિ અને રસની તીવ્રતા વધારે રહે છે. તેનું ફળ અતીવ દારૂણ છે. દસ પ્રકારની ક્ષેત્ર વેદનાને ઉત્પન્ન કરતું હોવાથી કર્કશ છે. અસાતવેદનીય કર્મને ખજાનો છે. આ પ્રમાણે જ્ઞાનકુલ નંદન, ત્રિશલા પુત્ર, ભગવાન મહાવીરસ્વામીએ સમવસરણમાં બિરાજમાન થઈને બાર પર્ષદાની વચ્ચે જે કહ્યું હતું તે તને સંભળાવી રહ્યો છું. ચેાથે આશ્રયદ્વાર પૂર્ણ.