________________ પાંચમું અધ્યયન : પરિગ્રહ સૂત્ર રચયિતા શ્રી સુધર્માસ્વામીએ ચોથા અધ્યાયમાં અબ્રહ્મનું વિસ્તૃત વર્ણન કર્યા પછી પાંચમો અધ્યાય ફરમાવતાં કહે છે કે “હે આયુષ્યમાન જમ્મુ ! અબ્રહ્મના સેવન માટે ખાનપાન, વસ્ત્ર, આભૂષણાદિની આવશ્યકતા અનિવાર્ય હોવાથી આ અધ્યાયમાં પરિગ્રહની ચર્ચા તને સંભળાવીશ. આશ્રની સંખ્યા પાંચની જ હોવાથી પરિગ્રહને છેલ્લા નંબરમાં મૂકવામાં આવે છે. જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂછભાવ, મમત્વભાવ ઉત્પન્ન થાય તેને પરિગ્રહ કહેવાય છે. આનાથી જૈન મુનિરાજને વસ્ત્ર પાત્રાદિ, ધર્મોપકરણ, ધર્મારાધના માટે નિમિત્તભૂત હેવાથી, તેમને તે ઉપકરણ પ્રત્યે મૂછનો અભાવ હોવાથી તેને પરિગ્રહ માનવાની ભૂલ કોઈએ કરવી નહિ. કેમકે શાસ્ત્રોમાં “મુઝા રિજો વૃત્તો' એટલે કે મૂચ્છને પરિગ્રહ કહેવામાં આવ્યું છે. આત્માને ચારે તરફથી મૂચ્છિત બનાવે તેને પરિગ્રહ એટલા માટે કહેવાય છે કે, આકાશમાં ભ્રમણ કરતાં નવે ગ્રહને શાન્ત કરવા સરળ છે, પણ પરિગ્રહ નામના દસમાં ગ્રહને વશ કર અતીવ કઠણ છે. માટે જ તેને મહાવૃક્ષની ઉપમા દેવામાં આવી છે, જે આગળના વિશેષણોથી