________________ 382 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવે છે. મૈથુનકર્મમાં સંતપ્ત થયેલા પિતાના પિતાની મિલ્કતને પણ ચપટી વગાડતાં નાશ કરે છે અને પિતાના સ્વજનેને પણ મારી નાખે છે. પશુ અને પક્ષીઓમાં પણ આ દુષ્કૃત્યનું પરિણામ આપણે સૌ જોઈએ છીએ કે બકરી, ગાય, હરિણી, ઘડી, હાથિણી, વાંદરી કે ભેંસ એક જ હોય છે ત્યારે તેને સ્વવશ કરવા માટે બે બકરા, બે સાંઢ, બે હરિણ, બે ઘડા, બે હાથી, બે વાંદરા અને બે પાડા કે કૂતરા આપસમાં ખુનખાર યુદ્ધ કરીને તથા બીજાને મારીને પિતાની પ્રેમીકાને પિતાના કબજે કરે છે. સારાંશ કે જાનવર પણ પિતાની પ્રેમિકા સાથે બીજો પશુ મૈથુન કરતો હોય તે તેને માર્યા વિના રહેતું નથી. પંખીઓમાં પણ આ યુદ્ધ જેવાય છે. તે પછી માનવ જે માનવ પિતાની સ્ત્રી સાથે બીજા માનવને શી રીતે સહન કરશે? અથવા સ્ત્રીને કે પુત્રીને પ્રલેભન દઈને ફસાવનાર પ્રત્યે શી રીતે સહિષ્ણુ બનશે? આજે આખાય સંસારમાં કે કુટુમ્બમાં ઘર કલેશેના મૂળ કારણમાં આ પાપ સંસ્કારે જ કામ કરી રહ્યાં છે. ગત ભમાં કે આ ચાલુ ભવમાં પરસ્ત્રીગમનને ત્યાગ નહિ કરનાર માનવના પાપ સંસ્કારને કોણ દબાવી શકશે? આ કારણે જ પરસ્ત્રીના ત્યાગ વિનાના માન મૈથુનમાં આસક્તિ રાખનારા હોવાથી આખાય સંસારના શત્રુ બને છે. તે પછી મિત્ર, સગા ભાઈઓ, સાતુઓ કે પાડોશીઓને શત્રુ બને તેમાં શું આશ્ચર્ય ?