________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 381 (4) विसुगिया घणनास सयणविप्पणास पाउणंति : પરસ્ત્રીને વારંવાર જેવી, તેની સાથે વાર્તાલાપ કરે, મશ્કરી કરવી, હસવું તથા છેવટે ભોગવિલાસ કરવાના ઈરાદા રાખનારા કેટલાક માન જગતની બત્રીસીએ ચડ્યા વિના રહેતા નથી. તે પણ “લખણ ન બદલે લાખા....” આજે શિકાર પાંજરામાં નથી આવ્યું, તે કાલે આવશે, અથવા પરમ દહાડે તે મારી ભૂજામાં સમાઈ ગઈ સમજોને. આવા ખ્યાલમાં ને ખ્યાલામાં તેની પાછળ હજારો-લાખ રૂપીઆ સાથે પોતાની, પિતાના ખાનદાનની ઈજજત-આબરૂને પણ વ્યય કરી દે છે. આમ જૂઠ-પ્રપંચ, કાળાબઝાર અને દાણચેરી આદિના પાપથી કમાયેલું દ્રવ્ય પરસ્ત્રીગમનના મહાપાપમાં હેમાઈ ગયા પછી પિતાના માથા પર ડબલ પાપને ભારો ન છૂટકે સ્વીકારી લે છે. કરેલ-કરાવેલ અને અનુદેલ એક પાપથી પણ છુટકારો મેળવતાં કેટલાક ભવ બગડી જતા હોય તે ડબલ પાપને ભેગવતાં તેની દશા કેવી થશે? ગમે તે કારણે પડેલી આદતે એટલી બધી ખતરનાક હોય છે, જેના પરિણામે ઘરમાં રહેનારી તેની ભાભીઓ, સાળીઓ, સહપાઠનીઓ કે શિષ્યાઓ પણ તે લપટને છેડી દે છે. પેઢી દર પેઢીથી ચાલતી આવતી શ્રીમંતાઈમાં ઘાટે આવવાના બે કારણે છે. એક તે ખાનદાનીમાં ગુપ્ત વ્યભિચાર અને બીજુ દંત કલેશ-જીભા જોડી. આ બે દોષના કારણે જ માનવને શ્રીમંતાઈ, સત્તા કે ઈજતથી હાથ ધરવાને અવસર