________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 379 પ્રદેશે સાથે ચેલ મજીઠીયા રંગ જેવી લાગી ગઈ તે તે સર્વથા દુઃસાધ્ય બનતાં માનવના સત્કર્મોને બગાડ્યા વિના રહેશે નહિ. માટે જ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહમા જકડાયેલે જીવાત્મા, જેમ બીલાડીને મુખમાંથી કબૂતરને બચાવ અશક્ય છે તેમ જીવાત્માને પણ અનંત ભવેની રખડપટ્ટીમાં યમરાજને માર ખાવાનું, રીબાતાં રીબાતાં જન્મ. વાનું, મેટા થવાનું અને મરવાનું જ ભાગ્યમાં રહેવા પામશે. ચારે સંજ્ઞામાંથી મિથુનસંજ્ઞા એટલા માટે ભયંકરતમ છે, તેમાં ફસાયેલે જીવ આહારસંજ્ઞાને આમંત્રણ દેતાં જુદી જૂદી જાતના મિષ્ટાન્નો, રસાયણ તથા તેને પચાવવા માટે અભક્ષ્ય પેયને ગુલામ બનશે, અને તે ખર્ચને પહોંચવા માટે પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની જેમ મેટું ખોલીને તૈયાર જ બેઠેલી હોવાથી ખેટ તેલ-માપ–વ્યાજના ગોટાળાસેળભેળ-દાણચેરી આદિમાં ફસાઈને પરિગ્રહ વધારવા માટે ધમપછાડા કરશે અને ત્યાર પછી રાજાઓ દ્વારા, ચરો દ્વારા કે અગ્નિ દ્વારા શક્ય બનનારી ભયસંજ્ઞામાંથી કેઈનો પણ છુટકારો શી રીતે થશે ? માટે જ કેવળી ભગવંતે કહ્યું કે, દેવદુર્લભ માનવ અવતારમાં તપ, ત્યાગ અને સંયમાદિ ભાવથી મૈથનસંજ્ઞાને ન દબાવી શક્યા તે તે ભવાન્તરમાં પણ નડ્યાં વિના રહેવાની નથી. ફળ સ્વરૂપે જીવાત્માની મૈથુનસંજ્ઞામાં અત્યાસક્તિ મિથુને મિથુને વધતી જ જાય છે. અને મેહમાયા તથા અજ્ઞાનાન્ધકારમાં ફસાઈ ગયા પછી, પુરૂષાર્થથી ઉપાર્જન કરેલા વિનય-વિવેક, સત્ સંસ્કારો અને પુણ્યકર્મોથી હાથ ધોઈ નાખ્યા વિના બીજે માગ નથી.