________________ 378 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અબ્રહ્મ(મૈથુન)નું સેવન કઈ કઈ રીતે કરાય છે અને તેના ફળે કેટલા ભયંકર હોય છે.” મૈથુનકર્મ, મિથુનસંજ્ઞા, વિષયવિલાસની ઉમતતા અને તે માટે કરેલા મર્યાદાભંગના કડવા, મહા કડવા ફળોનું વિવરણ હવે હું તને કહી સંભળાવું છું, તે ધ્યાન દઈને સાંભળજે. (?) મેgના સંનિધ્રા : આ સામુહિક પદમાં મિથુન, સંજ્ઞા અને સંપ્રગૃદ્ધા, ત્રણ શબ્દો છે. તેને અર્થ મૈથુનકર્મની સંજ્ઞામાં અત્યંત આસક્ત થાય છે. મૈથુનની વ્યાખ્યા કરાઈ ગઈ છે. જેને ખણુજ (ખાજ, ખુજલી)ની ઉપમા દેવામાં આવી છે. શરીરને પરસેવો અને પાણીના વિકારથી માનવના ગુપ્તાંગમાં કે હાથના આંગળા એમાં ખણજ થાય છે. તેની પણ એટલી બધી મીઠી હોય છે કે તે માનવ છેવટે લાકડાના ટૂકડાથી કે લેખંડના ટૂકડાથી ખણવા માંડે છે ત્યારે તેને બહુ જ ગમતી હોય છે. પરંતુ તેમાંથી જ્યારે લેહી નીકળે છે, ત્યારે તેની બળતરા ઘણીવાર અસહ્ય બને છે. તેવી રીતે “મિઠો લાગે રે તે પૂરે, પરિણામે અતિ દૂર.” મૈથુનકર્મ ભેગવતા જ સારા લાગે છે. પણ તે સમયના આત્માના અને મનને અતિશય ફિલષ્ટ પરિણામ અને તેનાથી ઉત્પન્ન થતાં હિંસાદિ દૂર પરિણામે જ્યારે ભગવાને અવસર આવશે ત્યારે આત્માની થતી દશાને કેવળી ભગવંતે સિવાય બીજે કઈ જાણી શકે તેમ નથી. તે કારણે આ કર્મને પાપ કહ્યું છે, જે સર્વથા કે અલ્પાશે પણ ત્યાજ્ય છે. અન્યથા તેની સંજ્ઞા (વાસના) આત્માના