________________ 376 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પીઠના તથા છાતીના હાડકા અદશ્ય છે. બંને સ્તને ગળાકાર, ઉન્નત, સુવર્ણ કળશ જેવા, ઉંચાઈમાં એક સમાન કઠણ અને નીચેની તરફ ઝુકેલા ન હતાં, સ્તનને અગ્ર ભાગ (ડિટીદૂધનું સ્થાન) મનને ગમી જાય તથા શ્યામ મુખવાળે હતે. સર્ષની જેમ ક્રમશઃ પાતળી થતી બંને ભૂજાએ ગાયના પૂંછની જેમ ગળ હતી તથા ઘુંટણ સુધી દીર્ઘ હતી. હાથની આંગળીએ ગોળ હતી. પંજો માંસલ હતે. હાથની રેખાઓ સારી અને સ્પષ્ટ હતી. સૂર્ય રેખા, ચન્દ્ર-શંખ-ચક-સ્વસ્તિક આદિ રેખાઓથી સુશોભિત હતી. નાભીની નીચેને ભાગ પુષ્ટ અને ભરાવદાર હતા. શંખ જેવી ગ્રીવા દાઢીની નીચેનો ભાગ માંસલ, નીચેને હેઠ દાડમના પુષ્પ જે લાલ, પુષ્ટ અને સહજ સુન્દર હતું, ઉપરને હોઠ પણ સુન્દર હતું. તેમના દાંતે કંદ પુષ્પ જેવા, દહીં જેવા, ગાયના દૂધ જેવા ઉજળા હતાં. જીભ લાલ અને સુકુમાર હતી. તેમની નાસિકા કરેણની કળી જેવી અકુટિલ અને ઉન્નત હતી, બંને આંખે કમળ– પવની પાંખડી જેવી નિર્મળ, ઉજજ્વળ અને મનહર હતી. બંને કાન સરસ અને શ્રવણશક્તિ ઘણું સારી હતી. ચાર આંગળ વિસ્તૃત લલાટ છે. શરદુ પૂર્ણિમા જેવું મુખ છે. છત્રની સમાન ઉન્નત મસ્તક છે. માથાના વાળ કાળા ભ્રમર અને આષાઢી વાદળા જેવા કાળા તથા પાતળા અને લાંબા છે. વાણી કેયલ જેવી, ચાલ હંસ જેવી, સૌને પ્રિય લાગતી હતી. તેમના શરીરમાં ક્યારેય પણ કરચલીઓ પડતી નથી, વાળ સફેદ થતાં નથી, શરીરમાં ખેડ ખાંપણ નથી, વિરૂપતા મુલ