________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 375 ઘતેની મર્યાદા, પાપ ભીરુતા, સ્વચ્છતા, આંખની નિર્વિકારિતા આદિ ઉમદા ત નથી હોતાં તેમ માનવામાં કેઈને પણ બાધ આવવાનો નથી. યુગલિક પુરૂષ અને સ્ત્રીને જીવનમાં અનંતાનુબંધી કષાયે ઉપશમિત હોવાના કારણે જ તેઓ દુર્ગતિમાં કયારેય જતા નથી પણ દેવગતિમાં જાય છે. આ કારણે જ યુગલિક સ્ત્રીઓ ઘણું જ શાન્ત અને દેખાવમાં સૌમ્યાકારની હોય છે. તેમના અંગે સુંદરતમ અને ઘાટિલા, ક્યારેય થાક ન લાગે તેવા મજબુત પગેવાળી, આંગળીઓ સરળ, કોમળ અને પુષ્ટ છે. નખે મધ્યમાં ઉન્નત, પાતળા અને લાલરંગી છે. બંને જઘા ગેળ, રોમ વિનાની અને સુંવાળી તથા શીતળ હોવાથી સર્વપ્રિય બનવા પામે છે. ઢીંચણ (ધું ટણ) સુડોળ, પ્રમાણસર અને ગૂઢ હોય છે. સાથળે કેળવૃક્ષના સ્તંભ જેવી, સુન્દરકાર અને ઘાવ આદિના નિશાન વિનાની ગેળ અને હાથીના સૂઢ જેવી હોય છે. કમર પાતળી, સુંવાળી અને મુષ્ટિ ગ્રાહ્ય હોય છે. નિતંબ પ્રદેશ (કુલા ) વિશાળ, માંસલ, પુષ્ટ અને શિથિલતા વિનાને છે. ઉદર વજા જેવું સુન્દર, મધ્યમાં પાતળું તથા સત્ લક્ષણથી લક્ષિત છે, મતલબ કે તેમનું પેટ પાતળુ છે, પેટ પર રહેલી ત્રણ રેખા (ત્રિવલી)થી સુશોભિત તેમનું પેટ છે. ત્યાં રહેલી રેમરાજી સરળ, સરખી, ઘન, પાતળી, કાળા રંગની, સુંવાળી અને પ્રશસ્ય છે. નાભી ( ડુંટી) ગંગા નદીમાં રહેલ વમળ જેવી વિકસિત અને કમળની જેમ ગંભીર હોય છે. ઉદરની બંને બાજુની કુક્ષિઓ એક સમાન, પ્રશસ્ત પુષ્ટ અને સુન્દર છે.