________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 333 દુઃખાવે ડાયાબીટિસ(મિઠ્ઠી પેશાબ), દમ, ઉધરસ, માટી ઉધરસ, ક્ષય, હાર્ટટ્રબલ, થાક, બ્લડપ્રેસર, શરીરની સ્થૂલતા, હાડકાને દુઃખાવ જેવા અસાધ્ય, કષ્ટ-સાધ્ય રોગોથી તેઓ દૂર છે. આનાથી વિપરીત જ્યાં સંતાનની ભરમાર છે, તેની ઝંખના છે, તે માટે ગમે તેવા ઔષધે, નશાની દવાઓના ઉપભેગપૂર્વક મનની ગંદી ભાવના અને સ્વાથી ભાવનાઓથી જેમના જીવનમાં મિથુનકર્મની લાલસા છે, તીવ્ર લાલસા છે, તેવા સ્ત્રી અને પુરૂષને જ બધીય જાતની વ્યાધિઓ છે અને તેમની દવાદારૂ કરાવવામાં આર્તધ્યાન છે. જ્યારે યુગલિઆએ તેનાથી સર્વથા મુક્ત છે. મૃત્યુ સમયે પણ તેમને વ્યાધિ નથી, પીડા નથી. કેવળ યુગલમાં એકને છીંક અને બીજાને બગાસુ આવતાં જ તથા પોતાની પાછળ એક યુગલને મૂકી મૃત્યુ પામે છે અને નિયમા એટલે કેઈની રોકટેક વિના દેવલેકના માલિક બને છે. જ્યારે રાજા-મહારાજા, કડાધિપતિએ, તેમની શેઠાણીઓ, લક્ષાધિપતિઓ, જેઓ શ્રીમંતાઈ અને સત્તાના ઘમંડના નશામાં પિતાની મૂછ પર લીંબુ લટકાવીને ગર્વ લે છે, તેઓને માટે સાતમી નરકનું દ્વાર પણ ઉઘાડું જ છે. ચકવતીઓ યદિ સમજદારી અને જ્ઞાનપૂર્વક મૈથુન-લાલસાને ત્યાગ કરી, શ્રમણધર્મને સ્વીકાર કરે તે મેક્ષ કે દેવગતિ નિયમા છે, અન્યથા નરક તેમના ભાગ્યમાં શેષ રહે છે. યુગલિયાઓ માટે ઉપરના કારણેને લઈને કદાચ કઈ અનુમાન લગાવે કે યુગલિક પુરૂ પાસે જ્યારે કંઈ