________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 371 ત્રણ પાપમના લાંબા આયુષ્યવાળા હોવા છતાં પણ કામગથી તૃપ્ત થતાં નથી, માટે અતૃપ્ત અવસ્થામાં જ મરણ પામે છે. તેમ છતાં યુગલિકે સુખી કેમ? ઉપર્યુક્ત વર્ણનમાં યુગલિયાઓના શરીર, રૂપ, રંગ, મજબુતાઈ, તેમજ પગના તળીયાથી માથા સુધીનું ખૂબ જ વિસ્તૃત વર્ણન સુવાચ્ય ભાષામાં કરવામાં આવ્યું છે, પરંતુ તેમની પાસે અદ્ધિ કેટલી હતી? હાટ-હવેલી, વ્યાપારરોકડ, સુવર્ણ–ચાંદી, કાચા-પાકા મકાન, બંગલા, બાગબગીચા કેટલા હતાં? આદિનું વર્ણન મૂળ પાઠમાં એકેય અક્ષરથી દેખાતું નથી. જ્યારે ચક્રવતી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા કે ધનવાની શ્રીમંતાઈ, સત્તા, તેમના બંગલા, વાહન આદિ સાધનનું તેમજ તેમના ભેગવિલાસના વર્ણનમાં પલંગ, ગાદલા, રેશની, ખાનપાન, ઔષધ તથા સ્નાનપાણીના વર્ણને ખૂબ જ વિસ્તારથી કરાયેલા છે. તેમ છતાં તે સાધને ભાડુતી હેવાથી ક્ષણસ્થાયી અને વિજળીના ચમકારા જેવા છે. જ્યારે યુગલિક પાસે અકૃત્રિમ (સહજ) સાઘને હોવાથી વધારેમાં વધારે સુખી, શાન્ત અને સમાધિવાળા છે. જ્યારે આવશ્યક કે અનાવશ્યક પૌગલિક સાધનોમાં રહેનારા શ્રીમતે સુખી નથી, રેગરહિત નથી, હસમુખ નથી અને સમાધિથી હજારો માઈલ દૂર છે. માટે માનસિક અને શારીરિક દૃષ્ટિએ વધારે દુઃખી છે, રેગિષ્ટ છે, શેક સંતાપી છે અને આકાશ જેવી આશા તૃષ્ણને કારણે તેમને