________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 369 તથા અલક્ષ્ય, બંને જઘાઓ હરિણી જેવી-કુરૂવિદ (તૃણ વિશેષ) તથા તકલીની જેમ ગોળ ગોળ અને ઉપર જતાં જાડી, જાનુ ગુપ્ત, સાથળ હાથીની સૂંઢ જેવી નીચેથી પાતળી અને ઉપર જાડી, હાથીના જેવા પાકમી અને વિલાસવતી ચાલવાળા હોય છે. તેમને ગુહ્ય ભાગ (જનનેન્દ્રિય) ઘોડાની જેવી ગુપ્ત, ગુદાને ભાગ ઘેડાની જેમ મેલ વિનાને, જાતવંત અશ્વ અને સિંહની કમર કરતાં યુગલિકેની કમર પાતળી હોય છે. દક્ષિણ દિશાના પવનથી ગંગા નદીમાં ઉત્પન્ન થયેલા વમળાની સમાન તથા સૂર્યથી વિકસિત કમળની જેમ તેમની નાભિ સુન્દર અને ઊંડી હોય છે. તેમને મધ્ય ભાગ વક અને પાતળો હોય છે. રેમરાજી, સરળ, સપ્રમાણ, સૂક્ષ્મ કાળી–સુંવાળી અને નયનરમ્ય હોય છે કુક્ષિ સુન્દર અને પુષ્ટ છે. માછલાના પેટ જેવું ઉદર છે. પાશ્વ ભાગ સારા અને માન પ્રમાણવાળા હોય છે. પાંસળીના હાડકા દેખાતા નથી. છાતીને ભાગ સુવર્ણની શિલા જેવો પ્રશસ્ત પુષ્ટ અને વિશાળ હોય છે. ખભા સ્થૂળ, રમણીય અને પુષ્ટ હોય છે. બંને ભુજાઓ નગરના દ્વારની ભેગળ જેવા ગોળ હોય છે. યુગલિકોનું વિશેષ વર્ણન: તેમની બંને ભુજાઓ નાગરાજ જેવી વિશાળ અને ભેગળ જેવી એટલે કે ઘુંટણ સુધી પહોંચી જાય તેવી લાંબી હોય છે. હાથની હથેળી લાલ-કમળ-પુષ્ટ અને માંસલ હોય છે. આંગળીઓ છિદ્ર વિનાની પીવર (પુષ્ટ) અને કમળ છે.