________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 367 ઉત્સર્પિણું અને અવસર્પિણીના નામે કાળચક બે પ્રકારના છે : આયુષ્ય બળ, શરીર, સંસ્થાન અને ધૈર્ય આદિ ઘટતું જાય તે અવસર્પિણ કાળ છે. પ્રત્યેક કાળમાં સુષમા સુષમા, સુષમા, સુષમ દુષમા, દુષમ સુષમા, દુષમા અને દુષમા દુષમાં નામે છ-છ આરા હોય છે. તે ક્રમશઃ ચાર કેડીકેડી સાગરોપમને, ત્રણ, બે અને એક કડાછેડીમાં 42 હજાર વર્ષ ઓછા તથા પાંચમે આવે અને છઠ્ઠો આરો 21-21 હજાર વર્ષને હોય છે. ઉત્સપિણીમાં વિપરીત કમ જાણ. આ કાળને પ્રભાવ ભરત અને ઐરાવત માટે જ જાણે. પરંતુ મહાવિદેહ ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂપર્વતથી ઉત્તર તરફ ઉત્તરકુરૂ તથા દક્ષિણ તરફ દક્ષિણકુરૂ નામે બંને ક્ષેત્રે કર્મભૂમિમાં હોવા છતાં પણ અકર્મભૂમિ છે. તે અકર્મભૂમિમાં વનનાં વૃક્ષોને વિસ્તાર ખૂબ હોવાથી ત્યાંના યુગલિકો પાદવિહારી હોય છે. એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે વાહન વ્યવસ્થા મુદ્દલ ન હોવાથી તેઓ શરીરના મજબુત બાંધાના તથા પ્રાકૃતિક નિયમોને આધીન જીવન હેવાથી સદૈવ રેગ રહિત, પ્રમાદ રહિત, દુર્ગથી રહિત અને પ્રકૃતિ દ્વારા જે કંઈ ઉત્તમેત્તમ ખાનપાન, વસ્ત્ર આદિ મળે છે, તેમાં જ પૂર્ણ સંતોષી હોવાથી પરિગ્રહ મકાન-હાટહવેલી-તીજોરી-કબાટ-તાળા-કુંચીની આવશ્યકતા તેમને નથી. કલ્પવૃક્ષે દ્વારા માનવ વર્ગને અત્યન્ત દુર્લભ, અદર્શનીય, અમૃત જેવા ખરાક, રંગબેરંગી વસ્ત્રોની પ્રાપ્તિ ઈચ્છા માત્રથી થઈ જાય છે. માટે તેમને વ્યાપાર-રોજગાર-લેવડ