________________ 366 9 શ્રી પ્રશ્નવ્યાકરણું સૂત્ર ચક્રવતીઓ, વાસુદેવ, બળદેવ અને સાત્વિક માંડલિક રાજા-મહારાજાઓ વગેરે જન્મે છે. જ્યારે બીજી અકર્મ ભૂમિમાં કેવળ ભેગભૂમિ હોવાથી તેમાં જન્મ લેનારા યુગલિકે, યુગલિયાઓ પુણ્ય વૈભવના માલિક હોવા છતાં યૌગિક જીવન રહિત જ હોય છે. એટલે કે, તેમના જીવનમાં ધર્મકર્મની એકેય મર્યાદા હોતી નથી જૈન શાસન પ્રમાણે એક લાખ એજનના જમ્બુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્ય, હેરણ્યવત અને ઐરાવત નામે સાત ક્ષેત્રે છે તથા તેમને વિભાજિત કરનારા અને લવણસમુદ્રની પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જનારા હિમાવાન, મહા હિમાવાન, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી નામે છ મહા પર્વ છે. જેમ કે ભારત અને હૈમવતની વચ્ચે વિશાળકાય હિમવાન પર્વત છે. આ રીતે સાતે ક્ષેત્ર માટે કલ્પી લેવું. તેમાં ભરત, ઐરાવત અને મહાવિદેહને કર્મભૂમિ કહેવાય છે. જ્યાં અસિ-મસિ અને કસિને વ્યવહાર હોવાથી વ્યાપાર, ખેતીવાડી, સુતાર, લુહાર, નાપિત આદિના કાર્યો હોય છે. જ્યારે હૈમવત, હરિ રમ્યફ અને હૈરણ્યવત આ ચાર ક્ષેત્રે અકર્મભૂમિ કહેવાય છે. માટે ત્યાં અસિ-મસિ અને કસિને વ્યવહાર હેતે નથી. ધાતકી ખંડ અને પુષ્કરાઈ દ્વીપમાં જમ્બુદ્વીપ કરતાં દ્વિગુણિત ક્ષેત્રે હેવાથી ભરતક્ષેત્રમાં– 3, ધાતકી ખંડમાં-૬, પુષ્કરાઈ દ્વીપમાં-૬, 3-6-6=15 ક્ષેત્રે મનુષ્યના છે. એટલે કે જ્યાં મનુષ્યધર્મના બધાય વ્યવહારે છે. શેષ યુગલિકેનાં ક્ષેત્ર છે.