________________ 364 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભગવેલી રાત્રિઓના-વિલાસી સ્વપ્ના જેતાજોતા જ યમ ના અતિથિ બને છે. માંડલિક સજાએ પણ અબ્રહ્મ સેવી હોય છે - ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેવની અદ્ધિ, શરીર સુÇતા, પુણ્ય વિભવ, લેગ વિલાસે, ભેગશક્તિનું વર્ણન તથા તેમની અતૃપ્ત વાસનાના કારણે મૃત્યુ સુધીનું વર્ણન જાણી લીધા પછી હવે તેમનાથી ઉતરતાં પુણ્યવાળા માંડલિક રાજાઓનું વર્ણન કરવામાં આવે છે. તે આ પ્રમાણે - ચક્રવતીની આજ્ઞા પૂરા ભારતવર્ષ પર હોય છે. જ્યારે માંડલિક રાજા એકાદ દેશના અધિપતિ હોય છે. તેમ છતાં પણ તેમની અદ્ધિ-સમૃદ્ધિ તથા સત્તા વગેરે કમ હેતી નથી. તે વાતને સૂત્રકાર પણ કહે છે. તેમની પાસે સેના બહુ મોટી હોય છે. અન્તપુરમાં ઘણું રાણુઓ તથા પરિવાર પણ મેટ હોય છે. શાંતિ-પુષ્ટિ કર્મ કરનારા પુરોહિતે, રાજ્યની ચિંતા કરનારા મંત્રીઓ, રક્ષા કરનારા સેનાપતિઓથી યુક્ત તેઓ હેય છે. ધન, ધાન્ય, સુવર્ણ, ચાંદી, હીરા, મેતી, પુખરાજ વગેરેથી યુક્ત હોય છે. રાજ્યાદ્ધિ બહુ વિશાળ હોય છે. આ પ્રમાણે રાજ્યસત્તાને ભેગવનારા તે રાજાઓને માટે સમય રાણીવાસમાં ભેગોને ભેગવવામાં જ પૂર્ણ થાય છે. તે પણ જીન્દગીના અંત સુધી તૃપ્તિને અનુભવ કરી શકતા નથી. ચકવતી આદિની આયુષ્ય મર્યાદા ઘણું મટી અને સ્ત્રી પરિવાર પણ મનગમત મળે છતાં