________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 363 (ચામરનું વર્ણન પાંડિત્ય ભાષામાં અલંકારોથી યુક્ત અને વિસ્તૃત છે, તેને મૂળ સૂત્ર તથા ટીકાથી જાણવાની મજા આવશે.) તેમના રથે અમ્મલિત ગતિએ અવધ વિના જ ચાલનારા હતાં. હળ, મુસલ અને સુવર્ણના કડા બળદેવના હાથમાં તથા શંખ, ચક્ર, ગદા, શક્તિ અને અજેય તલવાર વાસુદેવના હાથમાં રહેતા હતાં. અત્યંત ભાસ્વર કૌસ્તુભમણિ તથા મુગટ વાસુદેવે ધાર્યા હતાં, રત્નજડિત કુંડળથી તેમના મુખ વિકસ્વર હતાં, કમળ જેવા નયને હતાં, શ્રીવત્સ તેમના વક્ષસ્થળે શેભતું હતું, બધી હતુઓના પુપની માળા તેમના ગળામાં હતી, પ્રત્યેક અંગો સલક્ષણોવાળા હતાં. વાસુદેવ પીતામ્બર અને બળદેવ નીલામ્બર વસ્ત્રો પહેરતા હોવાથી તેમના શરીરની કાન્તિ દ્વિગુણિત વધી ગઈ હતી. તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી અને યશસ્વી હતાં. મેટા મેટા સિંહને પણ પરાસ્ત કરનારા હતાં. દ્વારકા નગરીની જનતાને માટે અતીવ પ્રિય હતાં. જુદા જુદા દેશના રાજાઓની રૂપવતી–લાવયવતી કન્યાઓ સાથે વિવાહિત હતાં. તેમની સાથે યથેચ્છ વિષય વિલાસે માણવા છતાં પણ તૃપ્તિ થતી નથી-વાસનાની આગ બુઝાતી નથી જેમ જેમ ભેગો ભેગવાય છે તેમ તેમ આવતી કાલના વિલાસ માટે ઝંખના તીત્રાતિતીવ્રરૂપે ભડકે બળતી જાય છે. પરિણામે નિદાનગ્રસ્ત વાસુદેવે વિષયવાસના માટેનું આર્તધ્યાન અને તેમાં વિદ્ધ કરનારાઓ પ્રત્યે રૌદ્રધ્યાનમાંથી ક્યારેય બહાર નીકળી શક્તા નથી. પરિણામે જીદગીના છેલ્લા ક્ષણે પણ