________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 361 છે. 16 હજાર રાજાઓ વાસુદેવની સેવા કરનાર છે, 16 હજાર સ્ત્રીઓને સ્વામી છે. તેમને ત્યાં ચંદ્રકાન્તાદિ મણિઓને, સુવર્ણને, કકેતનાદિ રત્નને, મેતીએને, મુંગાઓને, ઉપરાંત નાળીયેર, સેપારી, ધનધાન્ય, ગેળ, સાકર આદિના ભંડાર સદૈવ ભર્યા રહે છે. હાથી–ઘોડા તથા રથેના તેઓ સ્વામી છે ગામ-નગરાદિ હજારે સંખ્યામાં શહેર, ગામે પર તેમનું પ્રભુત્વ છે. સ્વ અને પરચક્રના ભયથી તેઓ રહિત છે. તેમના શાસનમાં જનતા ખુશ અને ધર્મપરાયણ છે. ધાન્યની ઉત્પત્તિ બરાબર થતી રહે છે. ઉપજાઉ ભૂમિ, નયનરમ્ય જળાશ, નદીઓ અને પર્વતેથી તથા નગરની ચારે તરફ નાના મોટા વૃક્ષના સમૂહથી શોભતા તે નગરમાં જનતાને હરવા-ફરવાની છુટ હતી. વૈતાઢ્ય પર્વતથી વિભક્ત થયેલા દક્ષિણાર્ધ ભરત લવણસમુદ્રથી વિંટાયેલું હતું, જેમાં વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુને અનુરૂપ ફળ-ફૂલ-પાન વિ. સમયસર સૌને તૃપ્ત કરતાં હતાં. આવા દક્ષિણાઈ ભરતના તેઓ સ્વામી હતા. કીતિ અને બળ સદા વૃદ્ધિવાળા હતાં. શત્રુઓ તરફથી થનારા આઘાતથી રહિત હતાં. હજારો શત્રુઓને પરાજય દેવાવાળા હોવાથી તેમના માનમર્દક હતાં. બીજાઓને માટે સદૈવ અમત્સરી એટલે તેમને થતા લાભમાં આનન્દ માનનારાં હતાં. કારણ વિના ક્રોધ કષાયથી દૂર હતા. હાસ્યપૂર્ણ જીવન હેવાથી સારપૂર્ણ તથા મધુર ભાષા બોલનારા હતાં. સમીપે રહેવાવાળાઓને માટે વાત્સલ્યભાવ ધરાવનારા હતાં. શરણાગતના રક્ષક હતાં.