________________ 374 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી તે મનમાની સ્ત્રીએ પણ તેમને નહિ મળતી હોય, કદાચ મળતી હશે તે પુરૂષોને પસંદ નહિ પડતી હોય ઈત્યાદિ વિચારે ભ્રમજનક છે. કેમકે શ્રીમંતેનું મૈથુનકર્મ અપ્રાકૃતિક એટલા માટે છે કે તેને પ્રાપ્ત કરવા માટે અને શરીરમાં શક્તિનો સંચાર કરવા માટે મૈથુનકર્મમય બની અત્યંત નિકૃષ્ટ, અભક્ષ્ય અને અપેય ખાનપાન, સિનેમાના ગંદા ચિત્ર તથા કથાનકે તથા પોતાના રંગમહેલને કામુકી ભાવનાથી તેવા પ્રકારે શણગારી લીધા પછી ઉત્પન્ન થયેલી કામવાસનાને સંતોષવી પડે છે. તેમાં અધ્યવસાયની ખરાબીને નકારી શકાય તેમ નથી. જ્યારે યુગલિયાઓનું જીવન પ્રાકૃતિક હવાથી ગંદી ભાવના વિનાનું છે. - હવે તેમની સ્ત્રીઓ કેવી હશે? તેનું વર્ણન કેવળજ્ઞાનના માલિક, ચરાચર સંસારને પ્રત્યક્ષ કરનારા સુધર્મા સ્વામી વિસ્તારપૂર્વક કરે છે. યુગલિક સ્ત્રીઓનું વર્ણન - અનંતાનુબંધી કષાયના અભાવમાં સમ્યક્ત્વની કે ઔપચારિક વ્રતેની કલ્પના કરીએ તે પણ વધે નથી અને જીવવિશેષને લઈને કરીએ તે પણ વધે નથી, છતાં પણ તેવા જીવ ભદ્રિક પરિણામી, સ્વચ્છ હૃદયી, પાપની ધૃણા અને સંતેષી હોઈ શકે છે, તેમાં મતભેદને અવકાશ નથી. સાથે સાથે વધારે જાણવું હોય તે અનંતાનુબંધી કષાયના માલિકે પ્રાયઃ કરી સમ્યક્ત્વશીલ નથી હોતા માટે તેમનાં જીવનમાં