________________ 360 * શ્રી પ્રશવ્યાકરણ સૂત્ર કઈ રીતે કરી? ઘોડાની જેવી તાકાત કરાવી આપે તેવા રસાયણે ક્યા વૈદ્યરાજ પાસેથી મળશે? તે સાયણવાજીકરણ ઔષધને, માખણ, મધ કે બીજા અનુપાન સાથે લેવા? ભેજન પછીના પાનમાં કયે મસાલે નખાવ? ઈત્યાદિ વિષયની વાતે-ચર્ચાએ સિવાય બીજી એકેય વાત તેમના મગજમાં આવતી નથી. કેમ કે તેમના સાથીદારે પણ તેવા જ હોય છે અથવા પિતાને રંગમાં રંગાઈ જાય તેવા જ મિત્રે બનાવવા પડે છે. વાસુદેવ તથા બળદેવોની . રદ્ધિ-સમૃદ્ધિનું વર્ણન:- પુરૂષમાં પ્રધાન, મહાબળ એટલે માનસિક શક્તિ અને પરાક્રમ એટલે કાયિક બળ તેમનું અચિંતનીય હોય છે. દેવાધિષ્ઠિત શા (શાર્ગ) ધનુષ્યની દોરીને ધનુષ્ય સાથે જોઈન્ટ કરનાર છે. બળવતેમાં તેમનું બળ સાગર જેવું છે, શત્રુઓને માટે અપરાજિત છે, ધનુષ્ય ધારી છે, વૃષભ સમાન બળવાન છે. વાસુદેવનું નામ કેશવ અને બળદેવનું નામ રામ છે. તથા સમુદ્રવિજય, અભ્ય, સ્વિમિત, સાગર, હિમાવાન, ચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર તથા વાસુદેવ આદિ દશાહને અને પ્રશ્ન, સાંબ, અનિરૂદ્ધ, નિષિધ, ઉત્સુક, સારણ, ગજ, સુમુખ, કર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવ રાજકુમારને પ્રાણથી પ્યારા છે. બળદેવની માતા રોહિણી તથા કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના હૃદયને આનંદ આપનાર