________________ 358 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. યશ અને કીતિ તેમની ફેલાયેલી છે. શારદ ચંદ્ર જેવું મુખ છે. શત્રુમર્દનમાં શૂર છે. છ ખંડાત્મક ભારત દેશના અધિપતિ છે. નરેન્દ્ર છે, નરદેવ છે, ધીર છે, સંગ્રામમાં અજેય છે. બધાય પર્વતે, વને છેવટે હિમાલય સુધીની પૃથ્વિ તેમના તાબામાં છે. સિંહ સમાન છે. પૂર્વ ભવેમાં આધેલી અરિહંત પરમાત્માઓની આચાર સંહિતાથી ઉપાર્જન કરેલી પુણ્યરાશિના સ્વામી છે. બધાય દેશના રાજાઓની રૂપવતી કન્યાઓ સાથે વિવાહિત થઈ તેમની સાથેની કામકેલીમાં તથા તેમના ઉત્તમોત્તમ શબ્દ, ગંધ, રસ અને સ્પર્શના વિલાસમાં મશગુલ છે. ઉપર પ્રમાણેના અનુપમ, અદ્વિતીય, વૈભવ વિલાસમાં રહેલા ચક્રવર્તીએ પણ પાંચે ઈન્દ્રિયેના વિષય વિલાસમાં અતૃપ્ત જ રહેવા પામે છે. ફળસ્વરૂપે વિષમાં અત્યાસક્ત રહેનારા તેઓ અતૃપ્ત અવસ્થામાં જ મરણને શરણ થાય છે. શાસકાર કહે છે કે-૬૪ હજાર રૂપવતી, મદમાતી, લાવણ્યમયી સ્ત્રીઓ સાથેના ભોગવિલાસમાં જેમના સેંકડો, હજાર, લાખે, પૂર્વ અને પૂર્વે જેટલા વર્ષે સમાપ્ત થાય છે, છતાં પણ તેમની વાસના ઓછી થતી નથી, તૃપ્ત થતી નથી, મનમાં રહેલી લાલસા શાંત નથી, તે સાધારણ માણસ જેને મનમાન્યા સાથને મળ્યા નથી, મળ્યા હોય તે ખાવા પીવાના સાધનની કમી હોય, શરીર અશક્ત અને ભેગને માટે અર્થ હેય, રોગગ્રસ્ત હોય તે તેવા પુણ્ય વિનાના અથવા અધુરા પુણ્યના માલિકો શી રીતે તૃપ્ત થશે?