________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૩પ૭ રહ્યા છે. બત્રીસ હજાર મુકુટબંધી રાજાઓ ચક્રવતીની પાછળ પાછળ ભમતાં હોય છે. રૂપની ચરમ સીમાને પ્રાપ્ત થયેલી અને ઉત્તમ ખાનદાનમાં જન્મેલી, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હોય છે. રક્તની બહલતાને કારણે તેમનું શરીર લાવણ્યમય હોય છે. કમળનું કેસર, કેરેટ પુષ્પમાળા, ચંપાના પુષ્પ તથા તપાવેલા સુવર્ણની રેખા જેવું તેમનું શરીર છે. મુખ્ય શહેરમાં બનેલા જુદા જુદા રંગથી રંગેલા, એણ-ઐણ આદિ હરિની રૂંવાટીએથી બનાવેલા સુંદર, સ્વચ્છ અને જેનારની આંખેને ગમે એવા વસ્ત્રો પહેરનારા હોય છે. ઉત્તમ સુગંધી દ્રવ્યથી તથા ચંપમાલતી આદિ અતીવ સુગંધી પુપિવડે તેમના મસ્તિષ્ક શેભતા હોય છે. સુવર્ણના હાર, કડા, બાજુબંધ, મુગટ, કુંડળ આદિ ઉત્તમ આભૂષણથી શરીર સુશોભિત છે. બધી જાતના હીરા, મોતી, માણેક આદિ મણિએથી જડિત હાર તેમના ગળાને તથા વક્ષસ્થળને શોભિત કરે છે. જુદા જુદા નંગવાળી વીંટી પહેરેલી છે. ઉજજવલ-હૃદયરમ્ય વસ્ત્રો શરીર પર છે. સૂર્ય જેવું તેજ અને મેઘસમાન અવાજ હોય છે. સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, અશ્વ, વકી, હાથી, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખ, દંડ આદિ દેવ અધિષ્ઠિત ચૌદ રત્નોથી શોભાયમાન છે. નૈસર્પ, પેડુક, પિંગલ, સર્વરન, મહાપદ્ધ, કાલ, મહાકાલ, માણવક, શંખ આદિ નવે નિધાન તેમના ચરણે રહ્યાં હોય છે. પૂરી પૃથ્વિના માલિક છે. હાથી, અશ્વ, રથ, પાયદળરૂપ ચતુરંગિણી સેનાથી યુક્ત