________________ 356 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અશ્વરત્ન) આદિ પ્રાણીઓ તથા માંડલિક રાજાઓના મિઠ્ઠામધુરા શબ્દોમાં અનુરાગવાળા હોય છે, દેવ-ઇન્દ્રો અને મોટા મોટા રાજાઓ દ્વારા સન્માનિત છે. મહદ્ધિક દેવેની જેમ સુખશાળી છે. ભારતભૂમિના–પર્વત, નગર, નિગમ, જનપદે, શહેરે, દ્રોણમુખે, ખેટ, કબૂટ, મર્ડ, દુર્ગો અને પતનેથી યુક્ત હોવાથી ચક્રવતી અને તેમના શાસનમાં રહેલી પ્રજા પણ આનન્દપૂર્વક રહે છે. એકછત્ર પૃથ્વીના સ્વામી, સમુદ્ર પર્યન્ત ભૂમિના ભક્તા હોવાથી સિંહની જેમ શૂરવીર છે. મનુષ્યના તથા ખંડીઆ રાજાઓના સ્વામી છે. ઈન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર છે. તાકાતથી પરિપૂર્ણ બળદ જેવા છે. રાજ્ય લક્ષ્મીથી ઘણા જ દેદીપ્યમાન છે. શાન્ત સ્વરૂપી છે. રાજ્ય વંશના આદિ કર્તા છે. સૂર્ય, ચન્દ્ર, શંખ, શ્રેષ્ઠ ચક્ર, સ્વસ્તિક, પતાકા, જવ, માછલી, કાચ, શણગારેલે રથ, નિ, ભવન, વિમાન, અશ્વ, તેરણ, મુખ્ય દ્વાર, ચન્દ્રકાંતાદિમણી, નન્દાવર્ત, મુશલ, હળ, કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, આભૂષણ, સ્તંભ, મુગટ, હાર, કુંડલ, હાથી, બળદ, દ્વીપ, મેરૂ, ગરૂડ, ધ્વજા, ઈન્દ્રધ્વજ, દર્પણ, અષ્ટાપદ દર્પણ, ધનુષ્યબાણ, નક્ષત્ર, મેઘ, કંદરે, વીણા, ધૂંસરી, છાત્ર, પુષ્પમાળા, કમંડળ, કમળ, ઘંટ, નૌકા, સમુદ્ર, મગર, ઝાંઝર, વા, વ્યંતર દેવ, મર, હંસ, સારસ, ચકેર, ચામર, વાજીંત્ર, પંખે, લક્ષમી અભિષેક, તલવાર, અંકુશ, કળશ, શૃંગાર, વર્ધમાનક ઈત્યાદિ ચિહાના ધારક ચક્રવર્તી હોય છે. ફરીથી તેઓ કેવા હોય છે તેનું વર્ણન થાક્યા વિના સૂત્રકાર કરી