________________ 224 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેની મૃષાવાદ સંબંધીની વાત, જ્ઞાતપુત્ર મહાવીરસ્વામીએ બારપર્ષદાન વચ્ચે કરી છે, તે હું સુધર્મા સ્વામી તને જંબૂ કુમારને કહું છું. " જે પુણ્યાત્માઓ તીર્થકર પદની પ્રાપ્તિ કરે તેનાથી ત્રીજા ભવ પહેલા વીશસ્થાનકની કે તેમાંથી એકાદ પદની પણ મન, વચન અને કાયાથી આરાધના કરે છે. તે સમયે સંસાર અને સંસારી જ પ્રત્યેનું તેમનું વૈરાગ્ય સૌને માટે આદરણીય, પ્રશંસનીય અને શ્રદ્ધેય હોય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે : (1) સંસારવતી જી પિતાના જ કરેલા કર્મોના કારણે દુઃખ જોગવી રહ્યાં છે, રીબાઈ રહ્યાં છે, રોગથી આક્રાન્ત બનેલા છે, કુટુંબના મેમ્બરથી ત્રસ્ત છે, માની લીધેલા મિત્રેથી કે શત્રુઓથી ભયગ્રસ્ત છે. (2) આ બિચારા અજ્ઞાની જ એક કુટુંબમાં રહે છે તે પણ તેમને જીવતાં આવડતું ન હોવાથી કલેશ કંકાસમાં જીંદગી પૂરી કરે છે, મિથ્યાજ્ઞાનથી વાસિત હોવાથી મારા કરેલા આ કર્મો જ્યારે ભેગવવા પડશે ત્યારે મારી દશા કેવી થશે?” તેવું જ્ઞાન તેમને હેતું નથી. (3) આ કારણે હું પોતે જ સંસારના જીવેને સુખશાંતિ અને સમાધિ આપનારો થવા પામું, તેવા પવિત્ર, સર્વથા પવિત્ર ભાવને માલિક બનીને બીજા ને મનવચન અને કાયાથી તેમને દુઃખ મુક્ત કરનારે બનવા પામું.