________________ 262 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચેર કેવી કેવી રીતે ફળ ભોગવશે? સૂત્રકાર પોતે જ તે ચેરી કર્યાનું ફળ વિસ્તૃત તથા અનુભવગમ્ય નીચે પ્રમાણે વર્ણન કરે છે. જ્યારે રાજ પુરૂષ (સિપાઈઓ)ના હાથે પરધનને ચોરનારાઓ સપડાઈ જાય છે, ત્યારે પોલિસ ચેક પર લઈ જઈને ઉંડે ઉંડે મારે છે, દોરડાથી બાંધે છે, કેદખાને નાખે છે, દેરડાથી બાંધીને આખા ગામમાં તેમને ફેરવે છે. ત્યાર પછી ગુપ્તચરેને સેંપી દે છે, જેઓ પહેલા તે તેમને મીઠા અને કેમળ શબ્દથી, પછી ધીમે ધીમે કડક શબ્દોથી, છેવટે કેરડાઓનાં માર મારે છે. નિર્દય બનેલા કેટવાલે, ફેજદારે તે ચેરને અત્યંત ગંદા, કડવા, કર્કશ શબ્દથી ગાળો ભાંડે છે અને ધાકધમકીથી ડરાવે છે. ગળામાંથી પકડીને તેમને ચારે બાજુ ફેરવે છે. તે સમયે ચોર ત્રાહિમામ ત્રાહિમામ્'ની રાડ પાડે છે અને જેલરે તેમને જેલમાં ધકેલી મારે છે. ત્યાં પણ સમયે સમયે ચાબુકેના જોરદાર ફટકાઓ, તડકામાં ઉભા રાખવા તથા તેમના માતા પિતાના નામની ભુંડી ગાળે તેમને ખાવી પડે છે. તેમ છતાં પણ એર પિતાને અપરાધ ન કહે તે તેમના બંને પગને લાકડાના બનેલા હેડમાં (Cross) નાખીને લેખંડની મજબુત સાંકળથી બાંધી દે છે, ત્યાં ઘણા લાંબા સમય સુધી એક જ આસને કે મુદ્રામાં તેમને બેસી જવા સિવાય તથા કપાળ પર હાથ મૂકીને ધ્રુસકે ધ્રુસકે રેવા સિવાય બીજો માર્ગ નથી. ત્યાર પછી કેરડાના છેડે ભાર મૂકેલ હોય તેને અથવા ચામડાની કે લેખંડની સાંકળ ચેરના ગળામાં,