________________ 268 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બનવા ન પામે તે તૃષ્ણાના માર્યા તેઓ રાત-દિવસ સંતપ્ત રહે છે, ફાફા મારે છે, દુઃખી બને છે. અતૃપ્ત વાસના જ મહાદુઃખ હોવાથી તેમને શરાબના નશામાં પડ્યા રહેવાનું થાય છે. અથવા પૂર્વભવના પાપ તથા શાપના કારણે નપુંસકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી પણ તેમની વાસના અતૃપ્ત જ રહે છે. આવી પરિસ્થિતિમાં ફરીથી તેઓ જ્યારે પકડાઈ જાય છે, ત્યાર સિપાઈઓને પણ તેમના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થયા વિના રહેતી નથી. પરિણામે જોરદાર ફટકા મારે છે, તેમને વધ કરે છે, મજબુત સાંકળેથી તેમને બાંધે છે અને મૃત્યુ સમીપે પણ લઈ જાય છે. ચેરને પકડ્યા પછી પણ તે સિપાઈઓ તેમના પિટના ઉંડાણમાં ઉતરીને પણ ચારી સંબંધીની વાતને મેળવવા પ્રયત્ન કરે છે. મિઠા વચને છેવટે કડવા વચનેથી પણ તેને મનાવે છે અને ન માને તે પ-૨૫ સિપાઈઓ ભેગા થઈને નેતરર લાકડીથી, મેટા ડંડાથી, લેખડ મઢેલી લાકડીઓ પણ મારે છે. જેથી તે બિચારે અધમુઆ જે થઈ જાય છે. જૈન ધર્મ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી કરણ, કરાવણ અને અનુમોદન સરખા ફળવાળા હોય છે. આ કારણે જ ચેરના સાત પ્રકાર પડે છે. (1) ચાર-ચેરી કરનાર પિતે જ. (2) ચૌરાપક ચોરી કરનારને બીજી વસ્તુઓ લાવી આપે તે.