________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 339 રંગીલા જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રમાદ આદિના પ્રભાવે ગુણેની આરાધનામાં દિવસે દિવસે મંદતા આવતી ગઈ પ્રમાદ, આલસ્ય અને બેદરકારી વધતી ગઈ, પરિણામે માનસિક જીવનમાં વિરાધકભાવ વધતો ગયે છે. (15) વિશ્વમ... ગમે તેવા માણસેના સહવાસથી, અથવા ચારિત્રભ્રષ્ટ થયેલા માનવેના ઘાસલેટીઆ સાહિત્યના વાંચનથી, અથવા આચાર-વિચાર અને ઉચ્ચારભ્રષ્ટ થયેલા માનના પડખા સેવવાથી બુદ્ધિ-શ્રદ્ધા અને ઉત્સાહમાં ભ્રમને પ્રાદુર્ભાવ થાય છે, પરિણામે સર્વથા ત્યાગ કરવા યોગ્ય વિષયમાં પ્રવૃત્તિ કરે છે. ગંદા તને, પાપ ભાવનાઓને અપનાવે છે, અથવા જુવાનીના રંગ જેમ જેમ જામતા જાય છે, તેમ તેમ શરીરના અંગેઅંગમાં તામસિક (વિષયવાસનાના ભાવ) અને રાજસિક (ક્રોધ, અવળચંડાઈ, શેતાની) ભાવનું જોર વધતું જાય છે. પરિણામે ખાનદાનીના અને ધાર્મિક મર્યાદાના સુસંસ્કારે એક પછી એક વિદાય લે છે. માટે જ ગીતામાં કહેવાયું છે કે : काम एष क्रोध एष, रजोगुण समुद्भवः / महाशनो महापाप्मा, विद्धि एन हि वैरिणम् / / (16) અધર્મ–અચારિત્રરૂપવા.. અબ્રહ્મ (મૈથુન) પાપની ખાણ છે, અધમ છે, અને ચારિત્રધર્મને દેશવટો દેનાર છે. જ્યારે બ્રહ્મની સાધના ધર્મ છે, પરમત્કૃષ્ટ ધર્મ છે. કેમ કે “હુતિ પછાનિધારાવું જયતે' દુર્ગતિ તરફ પ્રસ્થાન કરેલા જીવાત્માને સદ્ગતિ તરફ