________________ ૩૫ર 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આગળ ચાલશે. માટે મિથુનકર્મને સાચે સહાયક પરિગ્રહ છે. કેમકે જેમ જેમ પરિગ્રહ વધતું જાય છે તેમ તેમ દૂધમલાઈ-માવા-મિષ્ટાન્ન અને તાજા ફળે ઉપરાંત ઘીમાં તરબોળ થયેલા દાળ-રોટલા વગેરેના કારણે એક સમયનું મડદાલ શરીર તથા તેમાં રહેલ ધાતુઓ તાકાતવાળા બનીને માનવને સ્વપ્નમાં પણ હેરાન પરેશાન કરે છે. પાણીના સ્નાનથી તથા માલીસથી ચામડી નરમ બને છે. તેમ થતાં શરીરની વધેલી કે વધારેલી સુકુમારતા જ માનવને કામાતુર બનાવે છે. જેમ જેમ શ્રીમંતાઈ વધતી જાય છે કે વધારવામાં આવે છે તેમ તેના શરીરમાં ઉપર પ્રમાણેની માદકતા પણ વધે છે. અને - આંખમાં જુદા જ ન દેખાવા માંડે છે. પરિણામે ઈન્દ્રિયન ઘડાઓ જુદા માર્ગે જ દોડે છે અને ભેગવિલાસનું સાધન ગોતી લે છે. માલમસાલા ખાતાં પણ શરીરની ભેગશક્તિમાં કમજોરી દેખાય તે ઔષધ માટે, હજારે, લાખે રૂપીયાને વ્યય કરતાં તેમને વાર લાગતી નથી. ઔષધ અને ખેરાકના બળે મન જ્યારે સર્વથા બેકાબૂ બને છે ત્યારે જેના પર નજર જાય ત્યાં ઈનામ-બક્ષીસ, વસ્ત્ર આભૂષણ, ખાધાખેરાકી વગેરેને ખર્ચ ઉપાડીને પણ તેને કબજે કરવાના માર્ગને સ્વીકાર કરે છે. પછી ચાહે તે પર્યુષણ, સંવત્સરી, આયંબીલની ઓળી કે ઉપધાન તપ હય, મનજીભાઈને ધર્મ સાથે લેણદેણું તૂટી જાય છે. આ કારણે જ ધર્મસ્થાનમાં, ગુરૂઓના સહવાસમાં, માળા ફેરવવામાં, પણ તેની આંખે સ્થિર રહેતી નથી, મસ્તિષ્ક બીજે ક્યાંય ગીલી-ડંડા રમતું હોય છે.