________________ 350 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉંમરથી જ વૈરાગ્ય રાજાની છાવણીમાં પ્રવેશ કરી, પિતાના મન-વચન અને કાયાને અવરોધ કરી ઉર્ધ્વગતિ તરફ પ્રયાણ કરશે. - સારાંશ કે, બીજા અને ત્રીજા નંબરના ભાગ્યશાળીએ તે લાખે માણસોમાં બે કે ચાર જ મળશે, જ્યારે પહેલા નંબરના અતિ નિકાચિત વેદકર્મના ઉદયવાળાઓને ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં પણ વેદકર્મની સતામણું જોરદાર હોવાથી ભડકેલા વેદકર્મને જોરદાર ભડકાવવા માટે રંગમહેલ, પલંગ, મચ્છરદાની, પિશાક, ખાનપાન, સુગંધી દ્રવ્ય તથા કેસીન છાંટેલા અગ્નિના ભડકા જેવા નૃત્ય-ગાન, ચિત્ર, નાટક, નવલકથાઓ ઉપરાંત શરાબપાન, ભાંગ, અફીણની ગોળીઓ (નાઈટ પીલ્સ) તે ઉપર દૂધ, કેસર-માવા, મલાઈ, માખણ, મીષ્ટાન્નના ભેજનને ક્યારેય પણ છેડી શકે તેમ નથી. કદાચ કમભાગીને સ્ત્રીની પ્રાપ્તિ સુલભ ન રહે તે પણ પ્રબળ વેગવાળો અતિ નિકાચિત વેદકમ, જંગલવાસી, સંન્યાસી કે દ્રવ્યજ્ઞાની બનશે, તે પણ તેની સાધના સફળ બનતી નથી. કદાચ સાધન મળે તે પણ તેમને તે ભેગ-વિલાસમાંથી શાંતિ મળતી નથી, તૃપ્તી થતી નથી. તેથી જ્યારે જુઓ ત્યારે કામવાસનાના ભૂખ્યા જ હોય છે, પરિણામે વાંદરાની જેમ કૂદકે મારીને બીજાને સહવાસ કરે તે પણ ભૂખ્યા વરૂની જેમ તેની વિલાસી માયા તેમને રાત-દિવસ ઉજાગરા કરાવતી જ હોય છે. આવા માણસે સદૈવ વ્યાકુલ હોય છે, મહાસકત હોય છે. વિલાસ સિવાય