________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 349 જીવને માટે આકર્ષણ કરનાર બનવા પામે છે. વેદકર્મ પણ અતિ નિકાચિત, અલ્પ નિકાચિત અને અનિકાચિતરૂપે ત્રણ પ્રકારે છે. ગત ભરમાં મોહમાયામાં પૂર્ણ મસ્ત બનીને આવનારા ભવેને માટે અતિ નિકાચિતરૂપે બાંધેલ વેદકર્મ તે જીવાત્માને જેમ જેમ બાલ્યકાળ સમાપ્ત થતું જાય છે, તેમ તેમ ભડકતે જાય છે. અને ભોગના સાધન તરીકે મળેલ પુરૂષને પુરૂષ શરીર, સ્ત્રીને સ્ત્રી શરીર પણ મદમાતું–ભેગક્ષમ અને આકર્ષક બનતાં વેદકર્મને ચારે તરફથી પ્રજવલિત કરે છે અને ભેગવિલાસમાં જ તેનું જીવન સમાપ્ત થાય છે. અલ્પ નિકાચિત મહેકમ આત્મા, ગૃહસ્થાશ્રમમાં રહે છતે પણ તેના ભંગ વિલાસમાં ખાનદાનીની મર્યાદા, સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાને પ્રવેશ થશે. સાથે સાથે દાનશિયળ–તપ અને સાત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે. જ્યારે અનિકાચિત મોહકમ આત્મા એટલે પૂર્વભવમાં સત્કર્મોની સેવનાથી નિયાણ વિના બાંધેલ મનુષ્યાવતારને મેળવેલા માન, કદાચ સંસારમાં પ્રવેશ કરશે તે પણ બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુનને પાપ સમજશે અને જેમ બને તેમ કાળા કર્મોને કરાવનારી બધીય રાત્રિઓને અથવા બે-ચાર રાત્રીઓને ખુલી રાખી બીજી રાત્રિઓને સંયમવ્રતની મર્યાદામાં પૂર્ણ કરશે. તેમ કરતાં કદાચ કઈક સમયે મનમાં તેફાન જાગે તે પણ સસ્વાધ્યાય અને સંત સમાગમ પૂર્વક આયંબીલ, ઉપવાસ દ્વારા પિતાના મનને સ્વાધીન કરશે. અથવા ગૃહસ્થાશ્રમ ભાગ્યમાં ન હોય તે નાની